અમરેલી, અમરેલી સંસદીય મત વિસ્તારમાં ન્યાયી અને મુકત રીતે ચૂંટણી યોજાઇ અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા તંત્રની ટીમે આક્રરા પગલા લેવાનું શરૂ કર્યુ છે. જેના ભાગેરૂપે અમરેલી જિલ્લાના છ શખ્સોને હદપાર અને ત્રણ શખ્સોને પાસા તળે અમદાવાદ મહેસાણા અને ભુજની જેલમાં ધકેેલી દીધા છે. પોલીસના કડક પગલાને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાસા અને હદપારી સહિતના બનાવો અંગે જાણવા મળતી વિગત મુજબ ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક હિંમકરસિંહ દ્વારા રેન્જના જિલ્લાઓમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને અસામાજિક તત્વોને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવામાં આવતા અમરેલી એલસીબીના પીઆઇ એ.એમ.પટેલ, પીએસઆઇ એમ.બી. ગોહિલ અને સ્ટાફે અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરાતાં મિલ્કત સબંધી ગુનાઓ આચર્તા શખ્સને પાસા હેઠળ કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ અમરેલીને મોકલી આપતા આણંદના યાસીન ગુલાબભાઇ શેખને પાસા હેઠળ ભુજ પાલરા જેલમાં મોકલી આપેલ છે, ખાંભા તાલુકાના કોટડા ગામના અનિરૂધ્ધ ઉર્ફે કાનો ભાભલુભાઇ વાળા વિરૂધ્ધ પ્રોહિબીશનના ગુનામાં પાસા હેઠળ વોરંટની બજવણી કરી મહેસાણા જિલ્લા જેલ ખાતે મોકલી અપાયો છે. જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામના મેહુલ ઉર્ફે દુડી મથુરભાઇ વાઘેલાને મિલ્કતી સબંધી ગુનામાં પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોલકી આપેલ છે.
સાવરકુંડલા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તથા વંડા પોલીસ દ્વારા હદપાર હેઠળ કાર્યવાહી કરી ગુનાહિત પ્રવૃતિ કરતા શેલણા ગામના પમા મંગાભાઇ પરમારને વંડા પોલીસે હદપારીની દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક અમરેલી મારફતે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સાવરકુંડલાને મોકલી આપતા ઉપરોકત શખ્સ વિરૂધ્ધ હદપારનો હુકમ કરતાં સાવરકુંડલા વિભાગના મદદનીષ પોલીસ અધિક્ષક વલૈય વૈદ્યના માર્ગદર્શન હેઠળ સીપીઆઇ ધારીના કે.વી. ચુડાસમા તથા વંડાના પીએસઆઇ કે.એમ. મોરી અને ટીમ દ્વારા હદપારીનો હુકમ કરતા તેમની બજવણી કરી અમરેલી, ભાવનગર જિલ્લા હદપાર કરવામાં આવેલ છે. અમરેલી સીટી પી.આઈ. ડી.કે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ અમરેલી સબડિવિઝન મેજીસ્ટ્રેટ તથા અમરેલી સીટી પોલિસના શહેર વિસ્તારના અવાર નવાર પ્રોહીનો ગુનો આચરતા ધર્મેશ ઉર્ફે , ભુરો જયંતિભાઈ બુધ્ોલીયા, દિપક હસમુખભાઈ શાહ, રફીક વલીભાઈ માંડલીયાને સીટી પી.આઈ. ડી.કે. વાઘેલા, એ.એસ.આઈ. જાકીરભાઈ ટાંક ,પ્રકાશભાઈ ચૌહાણ, પો.કોન્સ. સંજયભાઈ પાટડીયા દ્વારા એમ.જે. નાકીયા, જી.એ.એસ. સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા અમરેલી જીલ્લામાંથી એક વર્ષની મુદત માટે હદપારીનો હુકમ કરતા ત્રણેય શખ્સોને અમરેલી જીલ્લામાંથી હદ પાર કરવામાં આવેલ છે.પીપાવાવ મરીન પોલિસ મથકના પી.એસ.આઈ. પી.બી.લકકડ દ્વારા રામપરા -2 ગામે ગુનાઓ આચરતા હરસુર શાર્દુલભાઈ વાઘ રહે. રામપરા-2 ગામે તેમના વિરુધ્ધ પુરાવાઓ એકઠા કરી હદપારની દરખાસ્ત તૈયાર કરી પોલિસ અધિક્ષક અમરેલી મારફતે સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ રાજુલા તરફ મોકલી આપતા આરોપી વિરુધ્ધ હદપારી હુકમની બજવણી કરી અમરેલી , ભાવનગર, ગીરસોમનાથ જીલ્લા બહાર હદપાર કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર.ગોહીલના સીધા માર્ગદર્શન હેઠળ લીલીયા પોલીસ ટીમ દ્વારા લીલીયા પો.સ્ટે વિસ્તારના ગુંદરણ ગામે અવાર-નવાર ગેરકાયદેસર પ્રોહી પ્રવૃત્તિ આચરતા જે અગાઉ ગુન્કાઓમાં સંડોવાયેલ હોય તેવા એક શખ્સને અમરેલી જલ્લાની હદ વિસ્તારમાંથી હદપાર કરાવવાની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ જે અન્વયે શ્રી ડી.એચ.ભાલારા (જી.એ.એસ.), સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, સાવરકુંડલા નાઓશ્રીએ જણાવેલ ઇસમને અમરેલી/ભાવનગર જિલ્લામાંથી છ માસની મુદત માટે હદપાર કરવા હુકમ કરતા શખ્સ લાલજીભાઇ ઉર્ફે લાલો છનાભાઇ પરમાર, ઉ.વ.28, ધંધો.મજુરી, રહે.ગુંદરણ,કોળીવાસ, તા.લીલીયા જી.અમરેલીને અમરેલી જિલ્લાની હદ વિસ્તારમાંથી હદપાર કરવામાં આવેલ છે.