Homeઅમરેલીએટીએસનું ઓપરેશન : અમરેલીમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ : બે ને એસઓજીએ પકડયા

એટીએસનું ઓપરેશન : અમરેલીમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ : બે ને એસઓજીએ પકડયા

Published on

spot_img
અમરેલીમાં થી ડ્રગ્સ બનાવવાની ફેકટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામેલ છે આ અંગે વિગતો આપતા અમરેલીના એસપીશ્રી હિમકરસિંહે જણાવ્યું હતુ કે, એટીએસની સુચના મળતા અમરેલી એસઓજીને સુચીત સ્થળે મોકલવામાં આવી હતી આ સમયે શંકાસ્પદ સામાન લઇ જઇ રહેલ બે શખ્સનોને પકડી તપાસ કરતા તેમા ડ્રગ્સ હોવાનુ જણાતા તેમને એટીએસને હવાલે કરવામાં આવ્યા છે.
આ અંગે માહીતી આપતા શ્રી હિમકરસિંહે જણાવેલ કે, એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને આતંકવાદ, નાર્કોટીક્સ તથા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ જેવા ગંભીર ગુનન્હાઓને રોકવા કામગીરી કરવા સૂચના કરેલ હતી. જે સૂચના અન્વયે એ.ટી.એસ. ગુજરાત દ્વારા નારોકિટીક્સ, આર્મ્સ વિગેરે
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું. દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એલ. ચૌધરીનાઓને બાતમી મળેલ કે, મનોહરલાલ કરસનદાસ એનાની, રહે. થલતેજ, અમદાવાદ તથા કુલદીપસીંગ લાલસીંઘ રાજપુરોહિત, ઉં વ. 40, રહે. 14, ન્યુ ગ્રીન
સિટી, સેક્ટર 26,ગાંધીનગર. મૂળ રહે – ગામ. તેવરી, તા.તેવરી, જોધપુર (રાજસ્થાન) તેના સાથીદારો સાથે મેળાપીપણામાં ગુજરાત તથા રાજસ્થાનમાં કેટલીક જગ્યાઓએ ફેકટરીમા ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવી વેચાણ કરે છે.
ઉપરોક્ત માહિતી અંગે તેઓએ ગુજરાત એ.ટી.એસ.ના વરીષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓને જાણ કરી આ માહિતીને પો.સ.ઈ. દિપ્તેશ ચૌધરી તથા રવી વઢવાણાનાઓ દ્વારા ડેટા એનાલીસીસથી ડેવલોપ કરાવી તેમજ પો.સ.ઈ. શ્રી એ. આર. ચૌધરી, કે.બી. દેસાઈ તથા ટીમના માણસો દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોનના ઉત્પાદન અને વેચાણ કરવામાં સામેલ ઈસમોની ઓળખ મેળવી, તેમની ગુન્હાહિત પ્રવૃત્તિ ઉપર સર્વેલન્સ તથા વોચ રાખી માહિતીની ખરાઈ કરાવેલ. જે અન્વયે જાણવા મળેલ કે મનોહરલાલ કરસનદાસ એનાની શીરોહી, રાજસ્થાન ખાતે તથા કુલદીપ લાલસીંઘ પુરોહિત તથા તેના સહયોગીઓ હાલમાં ગુજરાતના ગાંધીનગર, અમરેલી અને રાજસ્થાનના ભીનમાલ તથા ઓશીયા, જોધપુર ખાતે ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવી વેચાણ કરે છે.
ઉપરોક્ત ચોક્કસ ઈન્ટેલીજન્સને એન.સી.બી. સાથે શેર કરી જોઈન્ટ ટીમ બનાવી દરેક લોકેશન ખાતે મોકલવામાં આવેલ. તા. 26/04/2024ની મોડી રાત્રે એ.ટી.એસ. ગુજરાત તથા એન.સી.બી.ની સંયુક્ત ટીમ દ્વારા ગુજરાત તથા રાજસ્થાન ખાતે વિવિધ જગ્યાઓએ રેડ કરી સર્ચ
ઓપરેશન હાથ ધરવામાં આવેલ. જેમાં આશરે 22.028 કિ.ગ્રા. મેફેડ્રોન (13), આશરે 124 લીટર લીક્વીડ મેફેડ્રોન/ સ્લરી 1/0, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. 230 કરોડથી વધુની થાય છે, જે રીકવર કરવામાં આવેલ છે. તેમજ ચાર ફેક્ટરી તથા મેન્યુફેક્ચરીંગ ઈક્વીપમેન્ટસ સીઝ કરવામાં આવેલ છે તથા કુલ 13 ઈસમોને પકડી પાડવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
ગુજરાત એ.ટી.એસ. ના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હર્ષ ઉપાધ્યાયઓના નેતૃત્વ હેઠળ એ.ટી.એસ. ગુજરાત તથા એન.સી.બી. (ઓપ્સ.) દીલ્હીની સંયુક્ત ટીમ મુખ્ય સૂત્રધાર મનોહરલાલ કરસનદાસ એનાની દ્વારા સર્વે નંબર 341, 454 મત્રા નદી, ગામ: લોટીવાલા બડા, તાલુકા- જીલ્લો: શીરોહી ખાતે ચાલતી ફેક્ટરીમાં રેડ કરવામાં આવેલ, જે દરમ્યાન 15 કિ.ગ્રા. પ્રેસેસ્ડ મેફેડ્રોન (12) તથા 100 કિ.ગ્રા. લીક્વીડ મેફેડ્રોન/ સ્લરી 12 રીકવર કરવામાં આવેલ છે તેમજ ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરી અને મેન્યુફેક્ચરીંગ ઈક્વીપમેન્ટ પણ જપ્ત કરવામાં આવેલ
છે તથા ચાર ઈસમો (1) રગારામ નરસારામ મેઘવાલ, ઉં વ. 47, રહે. ગામ: મેઘવાલો કા બાસ, લોટીવાલા બડા, તાલુકા- જીલ્લો: શીરોહી, રાજસ્થાન (2) બજરંગલાલ ધાનારામ બીશ્નોઈ, ઉં વ. 45, રહે. ગામ: લીઆદ્રા, સાંચોર, (3) નરેશ મણીલાલ મકવાણા, ઉં વ. 40, રહે. જુવાલ, સાણંદ,
જીલ્લો: અમદાવાદ તથા (4) કનૈયાલાલ ગોહીલ, રહે. સાણંદ, જીલ્લો: અમદાવાદ નાઓને પકડી પાડવામાં આવેલ છે. મનોહરલાલ કરસનદાસ એનાની અગાઉ વર્ષ 2015માં 0રગ દ્વારા આબુરોડ ખાતે રીકો ઈન્ડસ્ટ્રીમાંથી રીકવર થયેલ 279 કિ.ગ્રા. મેફેડ્રોન (12) સીઝર કેસમાં પણ મૂખ્ય
આરોપી હતો અને જે કેસમાં તેણે 07 વર્ષની સજા ભોગવેલ છે.
ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એલ. ચૌધરીનાઓના નેતૃત્વ હેઠળ એ.ટી.એસ. ગુજરાત તથા એન.સી.બી.(ઓપ્સ.) દીલ્હીની સંયુક્ત ટીમ દ્વારા ગાંધીનગરના પીપળજ ગામે એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરી ખાતે રેડ કરવામાં આવેલ. જે ફેક્ટરીમાં હાજર ઈસમો (1) કુલદીપસીંગ લાલસીંઘ રાજપુરોહિત, ઉં વ. 40, રહે. 14, ન્યુ ગ્રીન સિટી, સેક્ટર 26,ગાંધીનગર. મૂળ રહે – ગામ. તેવરી, તા.તેવરી, જોધપુર (રાજસ્થાન), (2) રીતેશ સુરેશ્ભાઈ દવે, ઉં વ. 37, રહે. અંબિકાનગર, ડીમ્પલ સિનેમાની પાછળ,ડીસા, જી. બનાસકાંઠા (3) હરીષ ચંપાલાલ સોલંકી, ઉં વ. 34, રહે. 608, સી બ્લોક , સનરાઈઝ હાઇટ્સ, મોગરાવાડી, વલસાડ (4) દીપક પ્રેમારામજી સોલંકી, ઉં વ. 34, રહે. 557, બાપુનગર વિસ્તાર, પાલી, રાજસ્થાન તથા (5) શીવરતન ઓમપ્રકાશજી અગ્રવાલ, ઉં વ. 26, રહે. રામરાવાસ,
ગામ.કલ્લા, તા.પીપારસીટ, જોધપુર, રાજસ્થાનનાઓ પાસેથી 476 ગ્રામ મેફેડ્રોન (110), 16.946 લીટર લીક્વીડ મેફેડ્રોન/ સ્લરી [12 રીકવર કરવામાં આવેલ છે. તેમજ આ ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરી અને મેન્યુફેક્ચરીંગ ઈક્વીપમેન્ટ પણ જપ્ત કરવામાં આવેલ છે. આ ઉપરાંત, ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષકશ્રી વીરજીતસિંહ પરમારનાઓના નેતૃત્વ હેઠળ એ.ટી.એસ. ગુજરાત તથા એન.સી.બી.(ઓપ્સ.) દીલ્હીની સંયુક્ત ટીમ દ્વારા રાજસ્થાનના જોધપુર જીલ્લાના ઓશીયા ગામે કરવામાં આવેલ રેડમાં કેટલાક કેમીકલ તથા મેન્યુફેક્ચરીંગ ઈક્વીપમેન્ટ સીસ્ટમ મળી આવેલ છે. જે કેમીકલની ઓળખ અને માત્રા અંગે એન.સી.બી.ની ટીમ દ્વારા વધુ પરીક્ષણ કરવામાં આવી રહેલ છે. આ રેડ દરમ્યાન રામ પ્રતાપ
કેશુરામ નામના ઈસમની અટકાયત કરવામાં આવેલ છે.
તેમજ, તપાસ દરમ્યાન એસ.ઓ.જી. અમરેલીના ટીમ સાથે રાખી તીરૂપતિ કેમ-ટેક, પ્લોટ નં 04 મારૂતિ ઈન્ડસ્ટ્રીયલ ભક્તિનગર, કેરીયા બાયપાસ, અમરેલી ખાતે રેડ કરવામાં આવેલ છે, જે દરમ્યાન 6.552 કિ.ગ્રા. પ્રેસેસ્ડ મેફેડ્રોન (10) તથા 04 લીટર લીક્વીડ મેફેડ્રોન હોવાનું જણાય છે. ગેરકાયદેસર રીતે ચાલતી આ ફેક્ટરી અને મેન્યુફેક્ચરીંગ ઈક્વીપમેન્ટ જપ્ત કરવામાં આવેલ છે તથા બે ઈસમો (1) નીતીનભાઈ ધીરૂભાઈ કાબરીયા, ઉં. વ. 40, રહે. લીલીયા રોડ, ખારાવાડી, અમરેલી (2) કીરીટભાઈ લવજીભાઈ માદલીયા, ઉં. વ. 42, રહે. સાવરકુંડલા રોડ, ભક્તિનગર બાયપાસ, અમરેલીનાઓને પકડી પાડવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતા અને તેઓએ ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન (111)) કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચાણ કરેલ હતો અને એ માટે તેઓને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ- કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે સઘન તપાસ ચાલુમાં છે.
આ કેસની તપાસ દરમ્યાન ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન (1112)ના સપ્લાયર, પ્રોડ્યુસર, વેચાણ કરનાર તથા મુખ્ય સૂત્રધાર સુધીની કડીઓ શોધી કાઢવામાં એ.ટીસ.એસ. ગુજરાત દ્વારા કેન્દ્રીય એજન્સીઓ સાથે સમન્વયનું ઉત્તમ ઉદાહરણ જોવા મળેલ છે.

Latest articles

ગીરના જંગલમાં હવે બંધારણીય કાનૂન છે કે એનો એ જંગલનો કાયદો ચાલે છે?

પ્રકૃતિ વન્ય સંપદા અને વન્ય જીવસૃષ્ટિ સ્વરૂપે પુરબહારમાં ખિલે છે. ગુજરાતની ઓળખ બની ગયેલા...

રાજુલા શહેરમાં તમામ માર્ગો ઉપર ફુટ ફુટના ગાબડા

રાજુલા, રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદના હિસાબે મોટાભાગના માર્ગમાં ગાબડાઓ પડી છે...

અમરેલીમાં મુખ્યમંત્રી રૂા.300 કરોડના કામોનું લોકાર્પણ કરશે

અમરેલી, આગામી તા. 18 અથવા 19મીએ રાજયના મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અમરેલી...

12-09-2024

Latest News

ગીરના જંગલમાં હવે બંધારણીય કાનૂન છે કે એનો એ જંગલનો કાયદો ચાલે છે?

પ્રકૃતિ વન્ય સંપદા અને વન્ય જીવસૃષ્ટિ સ્વરૂપે પુરબહારમાં ખિલે છે. ગુજરાતની ઓળખ બની ગયેલા...

રાજુલા શહેરમાં તમામ માર્ગો ઉપર ફુટ ફુટના ગાબડા

રાજુલા, રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદના હિસાબે મોટાભાગના માર્ગમાં ગાબડાઓ પડી છે...

અમરેલીમાં મુખ્યમંત્રી રૂા.300 કરોડના કામોનું લોકાર્પણ કરશે

અમરેલી, આગામી તા. 18 અથવા 19મીએ રાજયના મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અમરેલી...