ભાજપના શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા અમરેલી જિલ્લાના પ્રવાસે

ભાજપના શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા અમરેલી જિલ્લાના પ્રવાસે

ભાજપના શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા અમરેલી જિલ્લાના પ્રવાસ

મહુવા ગારીયાધાર રાજુલા પંથક માં બે દિવસના પ્રચાર પ્રસાર દરમિયાન શ્રી ભરતભાઈ સુતરીયા ને જંગી લીડ થી વિજયી બનાવવા અનુરોધ કરશે
ગુરુ આશ્રમ બગદાણાના પૂજ્ય મનજી દાદા ના સુપુત્ર અને પૂર્વ ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ કાછડીયા બગદાણા વાળા રવિ સોમવારે બે દિવસ માટે અમરેલી સંસદીય મતવિસ્તાર માં ભાજપના ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં તેમને વિજય બનાવવાની અપીલ સાથે જિલ્લાના ગારીયાધાર મહુવા અને રાજુલા વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે રાષ્ટ્રને પ્રગતિના પંથે લઈ અને વિશ્વ ગુરુ તરીકે સ્થાપિત કરનાર ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ભાજપના ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરીયા ને જંગી લીડ આપી એક કમળ અમરેલી થી દિલ્હી મોકલવા માટે શ્રી જનકભાઈ બગદાણા દ્વારા મતદારોને અનુરોધ કરાઈ રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુ આશ્રમ બગદાણાના અમરેલી જિલ્લાની અંદર 400 ઉપરાંત મંડળો ચાલુ છે અને તેમાં શ્રી જનકભાઈ બગદાણા ની અપીલ અને અનુરોધ બહુ મોટો ભાગ ભજવી શકે છે.