અમરેલી જિલ્લા પેટ્રોલપંપ એસોસીએશનના પ્રમુખ તરીકે શ્રી મકવાણા, ઉપપ્રમુખ પદે શ્રી મેહુલ દેસાઇની વરણી

અમરેલી જિલ્લા પેટ્રોલપંપ એસોસીએશનના પ્રમુખ તરીકે શ્રી મકવાણા, ઉપપ્રમુખ પદે શ્રી મેહુલ દેસાઇની વરણી

અમરેલી,
અમરેલી મુકામે અમરેલી જીલ્લા પેટ્રોલ પંપ એસોસીએશન અમરેલી (અમરેલી સેલ્સ એરીયાની) મીટીંગનું આયોજન કરેલ હતુ. જેમાં મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ ડીલરો ઉપસ્થિત રહીને વિક્રમભાઇ મકવાણા નાગનાથ પેટ્રોલીયમ અમરેલીની પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી, મેહુલભાઇ દેસાઇ નવનીત પેટ્રોલીયમ અમરેલીની ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. રાજુભાઇ આડતીયા ગુરૂદત પેટ્રોલીયમ અમરેલીની ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. બ્રિજેશભાઇ ધોરાજીયા ઇશાન પેટ્રોલીયમ ઇંગોરાળાની સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. પુનાભાઇ વાલાણી કારગીલ પેટ્રોલીયમ અમરેલીની ખજાનચી તરીકે નિમણુંક કરવામાં આવી હતી.આનંદભાઇ ધાનાણી ગોપીનાથ પેટ્રોલીયમની મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આગામી દિવસમાં પેટ્રોલ પંપ ડીલરોને પડતી વિવિધ તકલીફો માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે તેમ અમરેલી જિલ્લા પેટ્રોલ પંપ એસોસીએશને જણાવ્યુ