રાજુલા,
જાફરાબાદનાં ટીંબી અને હેમાળ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયું છે જ્યારે ત્રણને ઇજાઓ થઇ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જાફરાબાદનાં ટીંબી-હેમાળ વચ્ચે સ્વિફ્ટ કાર ચાલકે પુરપાટ સ્પિડે આવતા વચ્ચે ગાયો હડફેટે ચડતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારમાં ચાર વ્યક્તિ બેઠા હતા તે પૈકી એકનું મોત થયું છે. જ્યારે ત્રણને ઇજા થતા સારવારમાં ખસેડાયેલ છે. સામેની તરફ આ અકસ્માતમાં ત્રણ ગાયને કારે હડફેટે લેતા બે ગાયોનાં પણ મોત થયા છે. જેમાં એક ગાય ગંભીર ઇજાગ્રસ્ત હોવાનું જણાવા મળ્યું છે. મરનાર વ્યક્તિ મહેસાણાનાં વિકટા ગામનાં સરદારસિંહ બળવંતસિંહ ઝાલા હોવાનું અને બાબરસિંહ ઝાલા તથા પુરમસિંહ ઝાલાને ઇજાઓ થઇ હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. આ કારમાં લોકો નશો કરેલી હાલતમાં હોવાની પણ આશંકા પ્રાથમિક રીતે વ્યક્ત કરવામાં આવી રહેલી છે તે દિવથી આવી રહ્યાં