સાસણમાં આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સિંહદિનની ઉજવણી

સાસણમાં આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સિંહદિનની ઉજવણી

અમરેલી,

ગુજરાતમાં વર્ષ 2020ની ગણતરી મુજબ સિંહની સંખ્યા 674થી વધુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આવતીકાલે તા. 10 ઓગસ્ટના સવારે 10.00 કલાકે કમ્યુનિકેશન સેન્ટર, સિંહ સદન, સાસણ-ગીર ખાતે “વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. એશિયાટીક લાયન લેન્ડસ્કેપના 11 જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમી દ્વારકા અને જામનગરની શાળાઓ-ગામોમાં આ ઉજવણી કરવામાં આવશે. વન વિભાગ દ્વારા ર્ઉનિગર્ન્ૈહઘચઅ2024 હેઝટેગ બનાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ કરી ભારતભરના અને વિશ્વના સિંહ પ્રેમીઓ, એન.જી.ઓ., પ્રકૃતિ જન પ્રતિનિધિઓ, અધિકારીઓ, ગ્રામજનો તેમના ટેક્ષ મેસેજ, ફોટોગ્રાફસ, ટૂંકા વિડીયો સોશ્યલ મીડિયા પર શેર કરી આ ઉજવણીમાં ભાગીદાર થાય તે માટે જાગૃત કરવામાં આવશે. ઉપરાંત આ સંદેશો વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે સાહિત્ય-કલાકારો દ્વારા પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી થાય તે માટે વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો