સાવરકુંડલા નગરપાલિકાની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 25 કરોડના ખર્ચે ખાત મુહુર્ત કરાશે

સાવરકુંડલા
સાવરકુંડલા ખાતે નગરપાલિકા હસ્તકની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને કાર્યરત કરવા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા 25 કરોડ ના ખર્ચે અદ્યતન સુવિધાઓ સજ્જ બનાવવા માટેનું ખાત મુહર્ત ધારાસભ્ય મહેશભાઇ કસવાળાના વરદહસ્તે ખાત મુહર્ત કાર્યક્ર્મ રાખવામાં આવેલ છે જ્યારે ગુજરાત અભિયાન અંતર્ગત જલ સે નલ અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (જીવસ્સ્જીફરૂ) નું ખાત મુહર્ત અલગ અલગ સમયે રાખવામાં આવેલ છે જેમાં ગુજરાત શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની ગુજરાત શહેરી વિકાસ કંપની દ્વારા 30 કરોડ જેવી માતબર રકમ વડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જલ સે નલ અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી સાવરકુંડલા શહેરીજનોને ફિલ્ટર પાણી મળી રહે અને ગટરના ગંદા પાણી માંથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે પાણી શુદ્ધિ કરણની યોજના ધારાસભ્ય મહેશ કસવાળાના પ્રયત્નો થકી સાર્થક સાબિત થઈ રહી છે.જેનું ખાત મુહર્ત ધારાસભ્ય કસવાળાના વરદહસ્તે થશે તેમ પાલિકા સત્તાધીશ પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ સહિતની સમગ્ર પાલિકાની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.