અદાણી ગ્રીને દુનિયાના સૌથી વિરાટ રીન્યુએબલ એનર્જી પાર્કમાંથી વીજ ઉત્પાદન શરુ કર્યું

અમદાવાદ,
ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી સોલાર પીવી વિકાસકાર અદાણી ગ્રીન એનર્જી લિ. (છય્ઈન્)એ ગુજરાતના ખાવડામાં 551 મેગાવોટની સૌર ક્ષમતા કાર્યરત કરી નેશનલ ગ્રીડને વીજ પુરવઠો પૂરો પાડવાનો આરંભ કર્યો છે. ખાવડામાં રીન્યુએબલ એનર્જી પાર્કમાં કામ શરુ કર્યાના એક વર્ષમાં જ અદાણી ગ્રીને રસ્તાઓ અને કનેક્ટિવિટી સહિતની પાયાની માળખાકીય સુવિધાઓના વિકાસ સાથે અને સ્વ-ટકાઉ સામાજિક ઇકોસિસ્ટમ બનાવવાની શરૂઆત કરી આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે, કંપનીએ કચ્છના રણના પડકારજનક અને વેરાન પ્રદેશને પણ પોતાના 8,000-મજબુત કર્મચારીઓ માટે રહેવા યોગ્ય વાતાવરણમાં પરિવર્તિત કર્યું છે.અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “અદાણી ગ્રીન એનર્જી સૌર અને પવન માટે વિશ્વની સૌથી વ્યાપક રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવી રહી છે.ખાવડાનો આ રીન્યુએબલ એનર્જી પાર્ક દર વર્ષે એક કરોડ સાંઇઠ લાખથી વધુ આવાસોમાં પ્રકાશના અજવાળા પાથરશે.આ પ્રદેશ દેશના શ્રેષ્ઠ પવન અને સૌર સંસાધનોથી સમૃધ્ધ છે, જે રીન્યુએબલ એનર્જીના ગીગા-સ્કેલ વિકાસ માટે આદર્શ સ્થિતિ બનાવે છે. અદાણી ગ્રીનએ પ્લાન્ટના વિકાસને વેગ આપવા માટે વ્યાપક અભ્યાસ હાથ ધરીને બહુવિધ નવીન ઉકેલોનો ઉપયોગ કર્યો છે.રમિયાનમાં તે સ્વદેશી અને ટકાઉ પુરવઠાની કડીના વિકાસને બળવત્તર બનાવે છે.