સાવરકુંડલા,
સાવરકુંડલા તાલુકાના જીરા ગામે જીરા જન જાગૃતી સંઘ સુરત અને જીરા ગ્રામ પંચાયતના સંયુકત ઉપક્રમે આયોજીત ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવનિર્મીત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઇ ગયેલ હતો આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વેકરીયા, સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા તથા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશ કસવાલાની વિશેષ ઉપસ્થીતીમાં લોકાર્પણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ થયેલ હતો જેમાં, જીરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂા.1.25 કરોડના ખર્ચે થયેલ છે આ સાથે આ આરોગ્ય કેન્દ્ર બનવાથી આજુબાજુના ગામોને સત્વરે જરૂરીસુવિધાઓ મળી રહેશે. ત્યાર બાદ જીરા ગામના સુરતથી પધારેલા ગામના પણ શ્રી કસવાલાએ બિરદાવ્યા હતા અને સાથો સાથ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરયો હતો વધુમાં જીરા ગામે શ્રી રામ એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત શ્રી સરદાર પટેલ માઘ્યમિક શાળાના બાળકોનો ત્રિવીધ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી અને બાળકોને સ્કુલ ડ્રેસનું વિતરણ કરયુ હતુ. આ સાથે સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા દ્વારા પોતાના પ્રવચનમાં આજના લઇને વૃક્ષારોપણ અનિવાર્ય છે અને વધુને વધુ વૃક્ષો વાવીને ગામડાને ગોકુળીયુ બનાવવાના જીરા ગામનુ અનુકરણ અન્ય ગામો પણ કરે તેવી અભિલાષા વ્યકત કરી હતી જયારે ધારાસભ્યશ્રી કસવાલાએ ગામડનાને ગોકુળીયુ બનાવવા માટે સરકારશ્રી માંથી જે પણ સહાય જોઇએ તે માટે સરકારશ્રી કટીબઘ્ધ છે અને ગામડુ વિકાસની તરફ હરણફાળ ભરે તેવા ગામના સુંદર પ્રયત્નોને ધારાસભ્યશ્રી દ્વારા વધાવવામાં આવેલ હતુ જયારે વિધાનસભાના નાયબ દંડકશ્રી વેકરીયા દ્વારા અમરેલી જીલ્લાને જીરા ગામ આખા જીલ્લામાં કરેલી નવતર પહેલને બિરદાવીને સુરત સ્થિત દાતાઓના સહયોગથી ભાંગી પડતા ગામડાઓને નવીનીકરણ કરીને આગવી ઓળખ ઉભુ કરવાની પહેલ જીરા ગામે કરી છે. આ સમગ્ર કાર્યક્રમમાં જીલ્લા આરોગ્ય સમિતીના ચેરમેનશ્રી કુંજડીયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, સરપંચ એસોસીએશનના પ્રમુખશ્રી હિતેશભાઇ ખાત્રાણી, બાબુલાલ ડી.જીરાવાળા, હિંમતભાઇ દેસાઇ, સરપંચશ્રી દક્ષાબેન ધર્મેશભાઇ ચોડવડીયા, પરેશભાઇ ડોબરીયા, નરેશભાઇ સતાણી, ખોડાભાઇ શેખડા, અનિતાબેન લલીતભાઇ બાળધા, રસીકભાઇ ચાંદગઢીયા, અશોકભાઇ ચોડવડીયા, વિઠૃલભાઇ વાડદોરીયા, કાનજીભાઇ કોલડીયા, હસમુખભાઇ દેસાઇ, ભાવેશભાઇ સાવલીયા, ચિમનલાલ શેખડા, સુરેશભાઇ સાવજ, મહેશભાઇ ભાલાળા, સતિષભાઇ મહેતા, જયેશભાઇ તથા આરોગ્યના અધીકારીશ્રીઓ, ટી.ડી.ઓશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા તેમ સત્વ ’’અટલધારા’’ કાર્યાલના ઇન્ચાર્જ શ્રી જે.પી.હિરપરાએ જણાવ્યુ