રાજુલાના બાબરીયાધારમાં એસએમસીનો દરોડો : દેશીદારૂ ઝડપાયો

રાજુલાના બાબરીયાધારમાં એસએમસીનો દરોડો : દેશીદારૂ ઝડપાયો

અમરેલી,

આઇજીશ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી એસએમસીની ટીમ રાજુલાના બાબરીયાધાર ગામે ત્રાટકી કોળી વાસ ખાતે દેશીદારૂનો દરોડો પાડયો હતો. જેમાં દેશી દારૂ 25 લીટર અને અન્ય મુદામાલ મળી તથા ભઠ્ઠીના સાધનો વાહનો મોબાઇલ ફોન સહિત 41,270નો મુદામાલ સાથે અનિલ લાખાભાઇ આસોદરા બાબરીયાધાર કોળીવાસ વાળાને ઝડપી લીધો હતો. જયારે આ દરોડામાં જોરૂભાઇ લાખાભાઇ આસોદરાને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. એસએમસીના પીએસઆઇ ડી.વી. ચિત્રાની ટીમે ફરજ બજાવી હતી.