અમરેલી,
ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર દ્વારા જાણીતા ગુનેગારો અને અસામાજિક તત્વો ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સો સામે તડીપાર તથા પાસા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપતાં પોલીસ અધિક્ષક હિંમકરસિંહ દ્વારા અસામાજિક પ્રવૃતિ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માર્ગદર્શન અને સુચના આપતાં અમરેલી એલસીબીના પીઆઇ એ.એમ. પટેલ દ્વારા મહેબુબ ઉર્ફે મેબલો મહોમદભાઇ ભાડુલા રહે. અમરેલી બહારપરા ખાટકીવાડ વાળા વિરૂધ્ધ પુરવવાઓ એકઠા કરી પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક અમરેલી મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટ અમરેલીને મોકલી આપતાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજય દહિયાએ ઉપરોકત શખ્સ વિરૂધ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરતાં એલસીબીના પીઆઇ એ.એમ.પટેલ તથા એલસીબી ટીમ દ્વારા મહેબુબ ઉર્ફે મેબલો મહમદભાઇ ભાડુલાને પાસા વોરંટની બજવણી કરી પાલરા સ્પેશ્યલ જેલ કચ્છ ભુજ ખાતે મોકલી આપેલ