બગસરા નદીપરામાં 15 ફુટ ઉંચી દિવાલ ઠેકી પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી લીધો

બગસરા નદીપરામાં 15 ફુટ ઉંચી દિવાલ ઠેકી પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી લીધો

અમરેલી,
બગસરામાં સ્વીફટ ગાડીમાંથી દારૂનો માલ ઉતરી વેચાણ થાય તે પહેલા પોલીસ આંબી ગઇ હતી અને બગસરામાં નદીપરામાં આવેલા એક મકાનમાં 15 ફુટ ઉંચી દિવાલ ઠેકી પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી લીધો હતો.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ તથા બગસરા પોલીસ ટીમ દ્રારા ગઇ કાલ તા.30/07/2024 ના રોજ બાતમી હકિકત આધારે બગસરા, નદીપરામાં રહેતા હિતેષભાઇ વીરાભાઇ બાબરીયાના રહેણાંક મકાને રેઇડ દરમિયાન ફોર વ્હીલ કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી, આરોપી રેઇડ દરમિયાન નહી મળી આવતા, આરોપી હિતેષ વીરાભાઇ બાબરીયા વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે બગસરામાં દારૂ આવ્યો હોવાની બાતમી ઉપરથી પોલીસ નદીપરામાં હિતેષ બાબરીયાના મકાનમાં ગઇ હતી પણ મકાન અંદરથી બંધ હોય 15 ફુટ ઉંચી દિવાલ ઠેકી પોલીસ મકાનની અંદર ગઇ હતી અને અંદરથી મકાન ખોલી તલાશી લેતા સ્વીફટ કારમાં અને થોડી નીચે ઉતારેલી દારૂની બોટલો મળી હતી. પોલીસે કુલ 1 લાખ 75 હજાર 40 નો મુદામાલ કબ્જે કર્યો હતો.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલ તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. મેણીયા તથા બગસરા પો.સ્ટે. ના પો.ઇન્સ. શ્રી એમ. ડી. સાળુકે તથા બગસરા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ