પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને પીઆઇ શ્રી સોનીની સમજાવટથી દિકરીનો સંસાર તુટતા બચી ગયો

પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને પીઆઇ શ્રી સોનીની સમજાવટથી દિકરીનો સંસાર તુટતા બચી ગયો

અમરેલી,
અમરેલી જિલ્લાના એક નાનકડા ગામની દીકરીને લગ્નબાદ માત્ર એક જ અઠવાડિયું રાખી અને પતિ સાસુ અને સસરા દ્વારા પિયરમાં એવું કહી અને કાઢી મુકેલ કે તને કંઈક વળગાડ છે જેથી અમારે રાખવી નથી. તું તારા મવતરે જ રહેજે અને મને છૂટાછેડા આપી દે” અને દીકરી દોઢ વર્ષથી પિયરમાં હતી.દોઢ વર્ષ દરમિયાન અનેકવાર દીકરીના માતા-પિતાએ પોતાની દીકરીને તેના પતિ અને સાસરિયા તેડી જાય માટે સામાજિક આગેવાનો દ્વારા સમજાવવાના ઘણાં પ્રયત્ન કર્યા પણ આ દીકરીનો પતિ કોઈ સંજોગોમાં તેડી જવા તૈયાર જ નઇ ખૂબ રાહ જોઈ દીકરીએ કે ક્યાંરેક તેડી જશે પણ દિવસોના બદલે દોઢ વર્ષ ગયું પણ સાસરિયા નો કોઈ જવાબ નઇ દીકરીને બધા સમજાવતા કે હવે આ તારો પતિ તને તેડી નઇ જાય માટે તું છૂટાછેડા કરી દે પણ દીકરી એવું કહેતી કે મારે એક ભવમાં બે ભવ નથી કરવા હું જઈશ તો ત્યાંજ જઈશ” ત્યારબાદ દીકરીના કોઈ નજીકના સગાએ સમજાવવા માટેની અરજી પોલીસ સ્ટેશનમાં આપવાનું કહેલ અને બાદ એક અરજી સમજાવવા માટેની મહિલા પોલીસ સ્ટેશન અમરેલી ખાતેઆપી. આ અરજી મહિલા પોલીસ સ્ટેશનમાં જ મહિલા અને બાળ વિકાસ વિભગ ગાંધીનગર દ્વારા ચલતા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર(મહિલા સહાયતા કેન્દ્ર)માં કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવી આ અરજી અનુસંધાન કાઉન્સેલર પારુલબેન મહિડાએ બંનેપક્ષની ત્રણ રાખી અને સોની પણ કાઉન્સેલિંગ દરમિયાન સાથે જ રહ્યાં તેમણે ખૂબ સરી-રીતે બંને પતિ-પત્ની તથા પતિના પિતાને પણ સમજાવ્યા કે ઘરસંસાર આ રીતે તોડી નાખવો એ યોગ્ય નથી.અને જે પણ પ્રશ્ન છે એનો સમજીને નિકાલ કરવો એ સમજદારી છે. અને પારુલબેન મહિડા દ્વારા બંને પતિ-પત્નીને એકલા બેસાડીને ખૂબ સારી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને બંન્ને વચ્ચે આવેલ કડવાશને દૂર કરવામાં મદદ કરી સારું જીવવા માટે સલાહ,સૂચન અને માર્ગદર્શન આપેલ શ્રી સોની અને કાઉન્સેલરની મહેનતથી બંને પતિ-પત્ની આગળનું બધું જતું કરી અને હવે દાંપત્ય જીવનની નવી શરૂઆત કરવાના એકબીજાને વચનો આપી બન્ને પતિ-પત્નીએ એકબીજાની ભૂલોને માફ કરી દીધી.અને સુખદ થાયું. દોઢ વર્ષે દીકરીને એમના સસરિએ સેન્ટરમાંથી જ વળાવવામાં આવી પહેલીવાર દીકરીને સાસરીએ વળાવતા હોય એવા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા ખરેખર એક ખૂબ સારી કામગીરી કરી શ્રી પી.આઈ.સોની અને મહિલા સહાયતા કેન્દ્રએ એક સંસારને તૂટતાં બચાવી સમાજમાં માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ