અવધ મંડળીમાંથી લોન લઇ હપ્તા ન ભરનારને બે વર્ષની કેદ

અમરેલી,
અવધ નાગરિક શરાફી સહકારી મંડળીમાંથી લોન લઇ હપ્તા ન ભરનારને બે વર્ષની કેદની સજા કોર્ટે ફટકારતા લોન લઇ સમયસર હપ્તા ન ભરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે અનીસભાઇ જૈનેદુદીનભાઇ હિરાણીએ અવધ નાગરિક શરાફી સહકારી મંડળીમાંથી રૂા. 10 લાખની લોન લીધી હતી અને ત્યાર બાદ તેણે સમયસર લોનના હપ્તા ન ભરતા તેની પાસે બાકી રહેતી વ્યાજ સહિતની ચડત રકમ રૂા. 6,76,546ની રકમનો ચેક આપ્યો હતો જે ચેક રીટર્ન થયો હતો.
લોન લઇ અને હપ્તાની રકમ સમયસર હપ્તા ન ભરનારા સામે કડક પગલા લેવા અવધ નાગરિક શરાફી સહકારી મંડળીના બોર્ડની બેઠકમાં નિર્ણય કરાયો હતો અને કોર્ટમાંઅનીસભાઇ સામે નેગોશીએબલ ઇસ્ટુમેન્ટ એકટ હેઠળ ફરિયાદ કરાઇ હતી.આ કેસ અમરેલીના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટશ્રી એન.જે.નાયી સમક્ષ ચાલી જતા અવધ મંડળીના એડવોકેટ જે.આર. સૈયદે કરેલી ધારદદાર દલીલો માન્ય રાખી અને કોર્ટે આરોપી અનીસભાઇને બે વર્ષની સાદી કેદ અને દોઢી રકમ ત્રીસ દિવસમાં અવધ નાગરિક શરાફી સહકારી મંડળીને ચુકવવા અને દંડ ન ભરે તો વધુ ચાર માસની સજા ભોગવવાનો હુકમ કરી અને આરોપીની સામે બીનજામીનલાયક વોરંટ ઇસ્યું કયુર્ર્ છે.અવધ નાગરિક શરાફી સહકારી મંડળીના ડીફોલ્ટરો સામે કડક પગલાથી સમયસર હપ્તા ન ભરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.