શ્રી રૂપાલા,શ્રી સીઆર પાટીલ અવધ હેરિટેજ રિસોર્ટની મુલાકાતે

અમરેલી,
રવીવારે ભારત સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલ રાજકીય મહાનુભાવોની સાથે અમરેલીના અવધ હેરિટેજના મહેમાન બન્યા હતા.ભારત સરકારના ડેરી પશુપાલન અને મત્સ્યઉદ્યોગ વિભાગના કેબીનેટ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા અને સાંસદ નારણભાઇ કાછડીયા તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સૌરાષ્ટ્રના નંબર વન એવા અમરેલીના વરૂડી ખાતના અવધ હેરિટેજ રિસોર્ટ ની મુલાકાતે પધાર્યા હતા.અવધ હેરિટેજની મુલાકાત દરમિયાન હેરીટેજની સુંદરતા અને સુવિધાઓ જોઇ શ્રી પાટીલ પ્રભાવિત થયા હતા તથા લોકો અને સરકાર વચ્ચેના સબળ માધ્યમ તથા અગ્રણી અને વિશ્ર્વસનિય અખબાર અવધ ટાઇમ્સનું વાંચન કરી પ્રભાવિત થયા હતા.અવધ હેરિટેજમાં શ્રી રૂપાલા,શ્રી પાટીલની સાથે શ્રી ભરતભાઇ બોઘરા, શ્રી પ્રફુલભાઇ પાનશેરિયા, શ્રી નારણભાઇ કાછડીયા, શ્રી કૌશિક વેકરિયા, શ્રી મહેશ કસવાલા, શ્રી જનકભાઇ તળાવિયા,અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા, શ્રી રાજેશ કાબરીયા, શ્રી વસંતભાઇ મોવલીયા, શ્રી મેહુલભાઇ ધોરાજીયા, શ્રી પીઠાભાઇ નકુમ, શ્રી જિતુભાઇ ડેર, શ્રી દિવ્યેશ વેકરિયા શ્રી સન્ની ડાબસરા સહિતના આગેવાનોે જોડાયા હતા.