બાબરાના જામબરવાળા ગામે બળાત્કારના ગુનામા આરોપીને આજીવન કેદની સજા

અમરેલી,
બાબરા તાલુકાના જામબરવાળા ગામે સગીરાને વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બાઈકમા અપહરણ કરી સગીરા સાથે તા. 15-8-17 ના બપોરના સમયે બળાત્કાર ગુજારેલ હતો. આ બનાવમાં સગીરાની માતાએ બાબરા પોલિસ મથકમાં તા. 1-9-17 ના ફરિયાદ કરી હતી. ઉપરોકત કેસ અમરેલીના ત્રીજા એડીશનલ ડ્રીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વાય.એ. ભાવસાર સમક્ષ કેસ ચાલી જતા સરકારી પીપી જે.બી. રાજગોરની ધારદાર દલીલોને ગ્રાહય રાખી જામબરવાળાના આરોપી કપીલ ઉર્ફે જયરાજ મણીલાલ હઠીનારાયણને ઈપીકો કલમ 376 સાથે વાંચતા 376 (2) (એન)ના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. ભોગ બનનારને ધી પોકસો એકટ -2012ની કલમ -33(8)અને ધી પોકસો રૂલર્સ 2020 ના રૂલ 9(2) હેઠળ રૂ/-4 લાખ વળતર પેટે ચુકવવા હુકમ કરેલ હતો. આરોપી કનૈયાલાલ ઉર્ફે કનુ હરીરામ હઠીનારાયણને ઈપીકો કલમ 363,366,376,114 તેમજ બાળકોના જાતીય ગુના સામે રક્ષણ અધિનિયમ 2012 ની કલમ 4,8,18,ના ગુનામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો .