જીએસટીના ગુનામાં અમરેલી ભાવનગર જીલ્લામાંથી વધ્ાુ બે આરોપીઓ ઝડપાયા

અમરેલી,
ભાવનગર જીલ્લામાં ખોટા ડોક્યુમેન્ટ આધારે જીએસટી રજીસ્ટ્રેશન કરાવી બોગસ પેઢી અસ્તીત્વમાં લાવી બોગસ બીલીંગનું કામ કરી સરકારી ટેક્ષના નાણાની ઉચાપથ કરતા હોય તે અંગે પાલીતાણામાં એક,નીલમબાગમાં ત્રણ અને અમરેલી સાયબર પોલીસ સ્ટેશનમાં એક તથા અમરેલી ટાઉનમાં એક મળી કુલ છ ગુનાઓ દાખલ કરવામાં આવેલ હોય. ડીજીપી દ્વારા તપાસ થવા એસઆઈપીની રચના કરેલ તે મુજબ ભાવનગર રેન્જના આઈજી શ્રી ગૌતમ પરમારના માર્ગદર્શન નીચે પીઆઈશ્રી આર.એન વીરાણી અને કે.જી.ચાવડાની ટીમે નીલગમાગના ગુનામાં આરોપી ફીરોજ ખાન ઉર્ફે પીન્ટુ ગફારખાન પઠાણ અને આરોપી મહમદ અલ્તાફ વલીભાઈ સાંઢીયાવાડને આજે ઝડપી લઈ વધ્ાુ તપાસ હાથ ધરી