રાજુલાનાં દાતરડીમાં સર્વિસ રોડ નહીં બનાવાય તો ઉપવાસ આંદોલન કરાશે

દાતરડી,
રાજુલા તાલુકાના દાતરડી ગામે ભાવનગર વેરાવળ સોમનાથ હાઇવે ઉપર દાતરડી ગામ આવેલું છે આ ગામમાં બાયપાસ ન હોવાથી ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ગામથી બાયપાસ તરફ જતા ગામની હજારો વિકાસ જમીન આવેલી છે અને દાતરડી ગામથી 8:00 થી 10 ગામને ઓવર જવર રહે છે ખેડૂતોને પણ નાના મોટા વાહનો લઈ જવા માટે ખૂબ જ મુશ્કેલી પડે તેમ છે આ દાતરડી ગામે આવેલ બાયપાસ મુકવામાં આવેલ છે તે બાયપાસ થી સામેની સાઈડ તરફ નેસડીએક સાજણાવાવ રાભડા ગામ તરફ આવવા જવા માટેના પાકા રસ્તા આવેલા છે તે રસ્તા ઉપર પાણીના નિકાલના અભાવે ઘરનાળા મુકવામાં આવેલા છે તે ઘરનાળામાં આવતા હોવાથી આ નેશનલ હાઈવે માં સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી પરિણામે સર્વિસ રોડ બનાવવામાં નહીં આવતા ખેડૂતોને અને ગ્રામજનોને હાડમારી ભોગવી પડે છે આજરોજ દાતરડી ગામના આગેવાન ઘનશ્યામભાઈ સાવલિયા ની આગેવાનીમાં ગામના આગેવાનો ખેડૂતો સહિતનાએ મામલતદાર કચેરીએ શિરસ્તેદાર હરેશભાઈ વાળા આવેદનપત્ર રજૂ કર્યું હતું અને આગામી દિવસોમાં જોવા અમારો આ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી અને આવેદનપત્ર આપ્યું