અમરેલી જિલ્લામાં અનોખુ સ્થાન ધરાવતું ધારી માર્કેટ યાર્ડ

અમરેલી,
નિષ્ઠા અને મેનેજમેન્ટ કોને કહેવાય તે ધારી માર્કેટ યાર્ડમાં અમરેલી જિલ્લાના પીઢ સહકારી આગેવાન શ્રી રમણીકભાઈ સોજીત્રાએ બતાવી આપ્યું છે અને ધારી માર્કેટયાર્ડ અમરેલી જિલ્લામાં સૌથી અનોખા માર્કેટ યાર્ડ તરીકે ઉભરી આવ્યું છે તેનું કારણ છે કે અહીં વેપારી પાસેથી કમિશન નથી લેવાતું અને ખેડૂતને બપોર સુધીમાં માલ વેચાઈ જાય છે અને રૂપિયા પણ મળી જાય છે અને તે પણ રાજકોટને ગોંડલ જેવા યાર્ડના ભાવ જેના કારણે ધારી તાલુકાના ખેડૂતો ખુશ ખુશાલ છે.છેલ્લા એક મહિનાથી એધારી માર્કેટ યાર્ડનું સુકાન જિલ્લાના પીઢ સહકારી આગેવાન શ્રી રમણીકભાઈ સોજીત્રાએ સંભાળ્યું છે.આ અંગે અવધ ટાઇમ્સને વિગતો આપતા ધારી યાર્ડના ચેરેમન શ્રી રમણીકભાઇ સોજીત્રાએ જણાવેલ કે, ધારી માર્કેટ યાર્ડના ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ રાવળ અને ખંભે ખંભા મિલાવી અને યાર્ડમાં સાથ આપી રહેલા સેક્રેટરી શ્રી અલ્પેશભાઈ શિંગાળાનીટીમની મહેનત ટુંકા સમયમાં ઉગી નીકળી છે.ધારી માર્કેટ યાર્ડના કર્મચારીઓ શ્રી પ્રશાંતભાઈ કોટડીયા શ્રી હાર્દિકભાઈ દેસાઈ શ્રી સંજયભાઈ મોડા દ્વારા હરરાજી, તોલ સહિતની તમામ કામગીરી જાતે કરવામાં આવે છે હરરાજી પણ કર્મચારીઓ પોતે જ કરે છે અને તેમાં વેપારી પાસેથી કમિશન લેવામાં આવતું નથી ખેડૂતનો માલ સીધો વેપારીને વેચાય છે જેના કારણે ખેડૂતને પૂરો ભાવ મળે છે અને વેપારીને પણ કમિશન બચે છે.ખેડૂત સવારના માલ લઈને આવે કર્મચારીઓ મારફતે તોલ થાય વે- બ્રિજ પણ યાદની અંદર જ છે તોલ થયા બાદ બીલ બને બિલ બન્યા બાદ ઓફિસમાંથી જ ખેડૂતોને સીધું પેમેન્ટ મળી જાય સવારે 8:00 વાગે આવેલ ખેડૂત બપોરે 12:00 થી 1:00 વાગ્યા સુધીમાં માલ વેચી પૈસા લઇ પરંતુ જઈ શકે છે આ ઉપરાંત માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતો માટે એક વિશેષ સુવિધા ઉભી કરાઇ છે માત્ર 50 રૂપિયામાં માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતને ભરપેટ જમાડવામાં આવે છે સાંજે ચાર વાગ્યા સુધી યાડની કામગીરી ચાલુ હોય છે અહીંની વિશેષતા એ છે કે સિધી હરાજી અને સીધી ખરીદીને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે છે.શ્રી રમણીકભાઇ સોજીત્રા કહે છે કે, રાજકોટ અને ગોંડલ જેવા ભાવ મળતા હોવાને કારણે ખેડૂતોને ગોંડલ કે રાજકોટ જવાની જરૂર રહેતી નથી અહીં નોંધપાત્ર બાબત એ પણ છે કે માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી રમણીકભાઈ સોજીત્રા દ્વારા માર્કેટ યાર્ડના કામ માટે કોઈ ભાડા કે ભથા નથી લેવાતા તે સ્વખર્ચે જ કામ માટે જાય છેશ્રી રમણીકભાઈ સોજીત્રાએ એક મહિનાથી જ માર્કેટ યાર્ડનું શુ કામ સંભાળ્યું છે તેમણે જ્યારે માર્કેટ યાર્ડનું સુકાન સંભાળ્યું ત્યારે માર્કેટ યાર્ડની હાલત સારી ન હતી કર્મચારીઓના 18 મહિનાથી પગાર થયાના હતા. તેને બદલે આ વખતે એક જ મહિનાના વહીવટમાં કર્મચારીઓને બોનસ અપાયું છે અહીં રોજનો 20 થી 25 લાખનો માલ વેચવામાં આવે છે