તહેવારોમાં કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલા બે દિવસ અમરેલીમાં

અમરેલી,
કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગનાં મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા દિવાળી, નુતન વર્ષ, ભાઇબીજનાં તહેવારો પોતાના વતન ઇશ્ર્વરીયામાં રહી ઉજવનાર છે. નિયત થયેલા કાર્યક્રમ મુજબ તા.9 ગુરૂવારે હૈદરાબાદથી અમદાવાદ અનેત્યાંથીગાંધીનગર રાત્રી રોકાણ કરી તા.10 શુક્રવારે અમદાવાદથી અમરેલી આવશે અને ઇશ્ર્વરીયા નિવાસ સ્થાને રાત્રી રોકાણ કરશે. તા.11 શનિવારે મુલાકાતીઓ માટે અનામત રાખેલ છે.તા.12 રવિવારે પણ મુલાકાતીઓ માટે ઇશ્ર્વરીયા ખાતે ઉપસ્થિત રહેશે. તહેવારો બાદ અનુકુળતાએ દિલ્હી જવા રવાના થશે તેમ સુત્રો દ્વારા જણાવાયું