અમરેલી ડીવીઝનની 165 એસટી બસો સુરતને ફાળવી

અમરેલી,
દિવાળી, ભાઇબીજ, નુતન વર્ષનાં તહેવારોમાં સુરત, બાપુનગર રહેતા હમવતનીઓનો પ્રવાહ અમરેલી તરફ વધારે હોય છે તેમજ અમરેલીથી પરપ્રાંતનાં શ્રમિકો દાહોદ ગોધરા તરફ જતા હોય તેમાં પણ ટ્રાફિક વધ્ાુ હોય તે સ્થિતિને પહોંચી વળવા માટે અમરેલી એસટી ડિવીઝને સુરતને 165 એસટી બસો ફાળવી છે. જેમાં પ્રથમ 30 બાદ 50 અને 60 છેલ્લે 25 બસો ફાળવતા અમરેલી ડીવીઝનનાં ગ્રામ્ય વિસ્તારનાં 165 જેટલા બસ રૂટો કપાતા ગઇ કાલથી ગ્રામ્ય મુસાફરો પરેશાન છે. સુરત, અમદાવાાદની સુવિધા પાછળ અમરેલી જિલ્લાનાં ગ્રામ્ય મુસાફરોની સુવિધા ઝુંટવાતા તહેવારોનાં ટાંકણે મુશ્કેલી ઉભી થઇ છે. બીજી તરફ ખાનગી વાહનોને આવકની તંકશાળ પડી છે. તહેવારોમાં લોકો લુંટાઇ તેવી સ્થિતિ ઉભી થતા ભારે રોષ જોવા મળે છે. એસટી દ્વારા નક્કી થયા મુજબ દિવાળીનાં તહેવારોને કારણે પરપ્રાંતનાં શ્રમિકોને ભરીને એસટી બસો અમરેલી જિલ્લામાંથી દાહોદ, ગોધરા પેસેન્જરો ઉતાર્યા બાદ તે બસો સુરત જશે અને સુરતથી પેસેન્જરો ભરીને અમરેલી જિલ્લામાં આવશે. આમ ત્રણ તબક્કે બસ રૂટ શરૂ કરાતા તહેવારોમાં લોકોએ ખાનગી વાહનો ઉપર જ મદાર રાખવો પડે તેવી હાલત