અમરેલી જિલ્લામાં દિપાવલી પર્વ માટે થનગનાટ : રોનક દેખાઇ

અમરેલી,

અમરેલી જિલ્લામાં શહેરોથી માંડી નાના ગામડાઓમાં દિપાવલીનાં તહેવારની રોનક દેખાઇ છે અને લોકો હિન્દુ ધર્મનાં સૌથી મોટા તહેવાર પ્રકાશનાં પર્વ એેવા દિપાવલીનાં તહેવારને ઉજવવા માટે થનગની રહ્યાં છે. બજારોમાં ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે. રજાઓનાં પ્લાન પણ ઘડાઇ ચુક્યા છે અને જિલ્લાભરમાં રજાઓમાં જાહેર સ્થળો છલકાઇ.