સાવરકુંડલાના વીજયાનગરની સીમમાં યુવાનનું ઉલટી ઉબકા થયા બાદ મોત

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના વીજયાનગરની સીમમાં મગનભાઈ ભીખાભાઈ દુબાણીયાની વાડીએ પિયુષભાઈ પ્રવિણભાઈ ખીમાણીયા ઉ.વ. 17 તા. 9-11 ના રાત્રિના 9:00 કલાકે સુઈ ગયેલ હોય.અને મોડી રાત્રિના આશરે ત્રણેક વાગ્યે આસપાસ ઉલટી ઉબકા કરવા લાગતા મોઢામાંથી ફીણ નીકળી જતા બેભાન હાલતમાં દવાખાને સારવાર માટે લાવતા રસ્તામાં કોઈકારણોસર મૄત્યું નિપજયાનું પિતા પ્રવિણભાઈ ખીમાણીયાએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં જાહેર કરેલ