અમરેલી થી સોમનાથ નીજ મંદિર સુધી પદયાત્રા યોજાશે

ગીર સોમનાથ,
સોમનાથ ગ્રુપ અમરેલી દ્વારા તારીખ 14/11/2023 વિક્રમ સંવત 2080 કારતક સુદ એકમ બપોરે 3:13 થી 4:36 શુભ મુહૂર્ત મા નવ વર્ષના પ્રારંભ ના પાવન દિવસે સનાતન ધર્મ ની સંસ્કૃતિ અને પરંપરા ને જાળવી રાખવા તથા ભારતવર્ષની ઉન્નતિ તેમજ વિશ્વ ના કલ્યાણ અર્થે અમરેલી થી સોમનાથ દાદા ના નીજ મંદિર સુધી પદયાત્રા નુ આયોજન કરેલ છે.ડો.નિલેષ વી.ભટ્ટ, હિતેશભાઈ ચોટલીયા, મિતેશભાઈ મકવાણા, પ્રવિણભાઈ ટાંક, વિરાજભાઈ શુક્લા, ભાવિનભાઈ ભટ્ટ, કિશનભાઈ વાળા, બાલમુકુંદભાઈ વાઢેર, મહેશભાઈ ચોટલીયા, વિનયભાઈ વરડાંગર દ્વારા કરાયેલા આ પદયાત્રા ના આયોજન મા 150 થી વધારે લોકો જોડાય તેવી શક્યતાઓ છે , પદયાત્રા સૂર્યમુખી હનુમાનજી મહારાજ ના સાનિધ્ય થી દેવાધિદેવ સોમનાથ દાદા ના સાનિધ્ય સુધી દેવરાજીયા,ચાડીયા, ગોપાલગ્રામ, આંબરડી, ગળધરા કોઠાપીપરીયા, માલશીકા, વિશાવદર, સતાધાર, સાસણ, તાલાળા, મોરાજ, ગોવિંદપરા, સોમનાથ મંદિર પહોંચશે જ્યા સોમનાથ મંદિરે આરતી લઈ દાદાના ચરણોમાં શીશ નમાવી નવા વર્ષના મંગલ પ્રાર્થના કરવામાં