ગાગડીયો નદીને ઉંડી ઉતારવા માટે અંદાજે 10 લાખ ઘન મીટર જથ્થાનું કામ પૂર્ણ થયું

અમરેલી,
જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ખાતે જળ ઉત્સવ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજન અંગેની કામગીરીની રિવ્યુ બેઠક જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. કલેકટરશ્રીએ વિવિધ કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી હતી.અમરેલી જળસિંચન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી અશ્વિન રાઠોડે આપેલી વિગતો મુજબ, ગુજરાત રાજય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશન, સુરત દ્વારા થકી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી)ના ધોરણે લાઠી-લીલીયા તાલુકાની ગાગડીયો નદીમાં જળસંગ્રહનું કાર્ય કરવા રુ.2000.00 લાખની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ગાગડીયો નદીને ઉંડી ઉતારવા માટે રૂ.13,94,76,014.91/- ની વહીવટી મંજૂરી આપવામાં આવી છે સરકાર દ્વારા સદરહુ કામને રુ.13,85,82,825.34 (અંકે રુપિયા તેર કરોડ, પંચ્યાસી લાખ, બ્યાસી હજાર,આઠસો પચીસ અને પૈસા ચોત્રીસ પૂરા)ના અંદાજોને ઓટીએસ (ઓવરઓલ ટેક્નિકલ સેકશન) આપવામાં આવ્યું છે. દુધાળા ખાતે થયેલા જળ સિંચનના કાર્યો થકી જિલ્લામાં રોજગારીની તકોનું સર્જન થયું છે. આ સાથે જ જળ ઉત્સવ દ્વારા જિલ્લાના પ્રવાસનને વેગ આપવાનો પ્રયાસ છે. રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આ કડીના ભાગરૂપે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ગાગડીયો નદીને ઉંડી ઉતારવા માટે પાંચ પેકેજમાં સમાવિષ્ટ કામગીરી દરમિયાન ખોદ કામ થતાં અંદાજે 10 લાખ ઘન મીટર જથ્થાનું કામ પૂર્ણ થયું છે, જેના માપ લેવાની કામગીરી હાલ પ્રગતિ તળે છે. ખોદકામ થકી નીકળેલી માટીનો ઉપયોગ પાળા બનાવવા માટે કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ગાગડીયો નદીમાં નવા મોટા ચેકડેમોનું બાંધકામ તથા ચેકડેમ મરામતનાં કામનો સમાવેશ થયો છે. મોટા ચેકડેમ પૈકી લુવારીયા પુલથી ઉપર વાસમાં દરવાજા વાળા ચેકડેમનું બાંધકામ ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.
ગાગડીયો નદીમાં બાંધવાનાં થતા અંદાજે સૂચિત 4 મોટા ચેકડેમ છે. આ પૈકી (1) લીલીયા તાલુકાના ભેંસાણ ગામે રુ.2.84 કરોડ અને (ર) લીલીયા તાલુકાના બોડીયા ગામે રુ.2.16 કરોડ ના અંદાજો એમ કુલ 2 નંગ ચેકડેમના અંદાજો સી.ડી.ઓ. ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ ટીપીકલ/ડ્રોઈંગ ડિઝાઈન તૈયાર કરી વહીવટી મંજૂરી અર્થેની કાર્યવાહી હાલ પ્રગતિ તળે છે. વધુમાં રાજય સરકારના આર્થિક સહયોગ થકી ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા હયાત ચેકડેમની મરામત માટેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી