બાબરામાં ઝડપાયેલ 60 લાખના સીરપમાં આલ્કોહોલ મળ્યું

અમરેલી,
બાબરામાં અમરેલી એલસીબીનાં જાવેદભાઇ કાદરભાઇ ચૌહાણે બાબરાનાં મુળશંકર મણીશંકરભાઇ તેરૈયાનાં કબ્જા ભોગવટાનાં ગોડાઉનમાં ગત તા.3-8-23નાં અમરેલી એલસીબી શાખામાં ફરજ બજાવતા એએસઆઇ એમ.ડી.સરવૈયા, બી.ડી.ભીલ, હે.કોન્સ.જાહીદભાઇ મકરાણી, કીશનભાઇ આસોદરીયા, હે.કોન્સ.નિકુલસિંહ રાઠોડ, પો.કોન્સ.ઉદયભાઇ મેણીયા સહિત સ્ટાફનાં માણસો સરકારી બોલેરો જી.જે.18 જીબી 5664માં તેમજ ખાનગી ફોરવ્હીલમાં બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન ફરતા ્ફરતા બાબરા સ્વામિનારાયાણ મંદીર પાસે હે.કોન્સ.જાહીદભાઇ મકરાણીને બાતમી રાહે હકીકત મળેલ કે, બાબરા સ્વામિનારાયણ મંદીરની બાજુમાં આવેલ સ્વામિનારાયણનગર મેઇન ગેઇટ પાસે ડાબી બાજુમાં મુળશંકર મણીશંકરભાઇ તેરૈયાનાં કબ્જા ભોગવટાનાં ગોડાઉનમાં શંકાસ્પદ હાલતમાં ગેરકાયેદસર નશાકારક કેફી પીણાની બોટલોનો જથ્થો રાખેલ હોવાની હકીકત મળેલ. નજીકમાંથી કીરીટભાઇ કેશુભાઇ સોલંકી, દિપકભાઇ મોહનભાઇ પરમાર રે.બાબરાવાળાને બોલાવી હકીકત સમજ કરી પંચોસાથે હકીકતવાળી જગ્યાએ સ્વામિનારાયણનગર મેઇન ગેઇટ પાસે ડાબી સાઇડમાં મુળશંકર મણીશંકરભાઇ તેરૈયા ગોડાઉન પાસે આવતા ગોડાઉનનું શટર બંધ હોય જે શટર ખટકટાવતા એક શખ્સે શટર ખોલેલ જે શખ્સને પોલીસ તરીકેની તેમજ મળેલ હીકકતની સમજ કરી પંચ રૂબરૂ નામઠામ પુછતા પોતે મુળશંકર મણીશંકર તેરૈયા ઉ.વ.45 રે.બાબરાવાળાએ આ ગોડાઉન ભાડે રાખ્યાનું જણાવેલ જેમને સાથે રાખી ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉનમાં ખાખી કલરનાં પુઠાવાળી પેટીઓ રાખેલ હોય જેમાં તપાસ કરતા નશાકારક કેફીપીણાની અલગ અલગ પ્રકારની સીલબંધ બોટલ કોઇ લાઇસન્સ કે આધાર બીલ રજુ કરવાનું કહેતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ અને જુદા જુદા નશાકારક પ્રવાહીની બોટલ કુલ નંગ 40,073 રૂા.60 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરેલ અને તેમાંથી એક એક બોટલો એ્ફએસએલ તપાસણી અર્થે મોકલવામાં આવી હતી. જેમાં ઇથાઇલ આલ્કોહોલ (ઇથેનોલ)ની હાજરી હોવાનું જણાઇ આવતા મુળશંકર મણીશંકર તેરૈયા સામે અમરેલી એલસીબી પોલીસે ગુનો દાખલ કરેલ