અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડનાં શ્રી કૌશિકભાઇ બેરાને પ્રશંસા પત્ર આપી એસપીએ બિરદાવ્યાં

અમરેલી,
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં. 11193004220094/2022નાં ગુનામાં નાસતા ફરતા આરોપી તેજા હનુભાઇ ભોકળવા ઉ.વ.36 રે.સમઢીયાળા, તા.ઉમરાળા હાલ સુરત ખોલવાડ, વિશ્ર્વાસનગરવાળાને તા.11-9-23નાં રોજ વરસડા ગામ નજીક પકડી પાડી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપી સારી કામગીરી કરવા બદલ અમરેલીનાં એસપી શ્રીહિમકરસિંહે કામગીરીની નોંધ લઇને પેરોલ ફર્લો સ્ક્વોડ અમરેલીનાં એએસઆઇ કૌશિકભાઇ જેઠસુરભાઇ બેરાને બિરદાવી પ્રશંસા પત્ર અર્પણ કરેલ