નાના આંકડીયાની સીમમાં રહેણાંક મકાનમાં થયેલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી એલસીબી

અમરેલી,

અમરલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.30/11/2023 નાં રોજ બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે અમરેલી તાલુકાના ચિતલ ગામે તપાસ દરમિયાન એક બાળ ક્શોરને ઉપરોકત ચોરીના મોબાઇલ ફોન તથા રોકડ રકમ સાથે પકડી પાડી, મજકુર બાળ કિશોરની તેના વાલીની રૂબરૂ પુછપરછ કરતા પોતે તથા પોતાના બનેવી કુવરસિંહ ક્શિનભાઇ બામનીયાએ નાના આંકડીયા ગામે એક વાડીના મકાનમાંથી ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા મોબાઇલ ફોનની ચોરી કરેલ હોવાનું જણાવતા હોય, બાળ કિશોર કુંવરસિંહ ક્શિનભાઇ બામનીયા તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી રૂરલ પો.સ્ટે.માં સોંપી આપેલ છે આ કામગીરી અમરલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા, ભગવાનભાઇ ભીલ તથા હેડ કોન્સ. કિશનભાઇ આસોદરીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, ઉદયભાઇ મેણીયા દ્વાર! કરવામાં આવેલ