રાજુલા સહિત 14 ગામોમાં સવા છ કરોડનાં વિજબીલ વસુલવા કાર્યવાહી

રાજુલા,
રાજુલા શહેર તેમજ આજુબાજુના 14 જેટલા ગામોમાં પીજીવીસીએલના રૂપિયા 6 કરોડ જેટલી અધધ રકમ બાકી રહેતા પીજીવીસીએલ દ્વારા કડક સાથે કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બાબતે રાજુલા પીજીવીસીએલના ઇજનેર રામભાઈ બલાઈ એ જણાવ્યું હતું કે વીજ અધિનિયમ 2003 ની કલમ 56 એક મુજબ રાજુલા શહેર અને તાલુકાના 14 જેટલા ગામોમાં 9761 ગ્રાહકો જેની પાસેથી રૂપિયા 6 કરોડને 22 લાખ રૂપિયાનું વીજ લેણું રાજુલા પીજીવીસીએલ નું નીકળે છે અવારનવાર લેખિત નોટિસ આપવા છતાં આ બિલ ભરવામાં આવેલ નથી આથી આજથી કડક કાર્યવાહીનો કરવામાં આવ્યો છે. આજરોજ રાજુલા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 48 જેટલા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને જ્યાં સુધી તે બિલ ન ભરે ત્યાં સુધી તે કનેક્શન રદ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગામી ચૂક જ સમયમાં આ બાકી રહેલી 6 કરોડ 22 લાખની રકમ કરવામાં જો ગ્રાહકો નિષ્ફળ સાબિત થશે તો તેની સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરી અને વસુલાત કરવામાં આવશે વધુમાં નાયબ કાર્યપાલક ઇજનેર રામભાઈ બલાઈએ જણાવ્યું હતું કે ગ્રાહકો પોતાના કરી જાય તે માટે અપીલ કરી હતી