રાજુલા નજીક કુંભારીયામાં લેન્ડગ્રેબીંગના ગુનામાં 6 આરોપીઓને પોલીસે ઝડપી લીધા

અમરેલી,
રાજુલા તાલુકાના મુળ દેવકા હાલ મુંબઈ રહેતા વાલજીભાઈ આતાભાઈ ચૌહાણ દ્વારા તેમના પરીવારજનોની સંયુકત જમીન અમારા સંબંધી કરશનભાઈ સોમાભાઈ ચૌહાણ રહે. દેવકા તા. રાજુલાવાળાની ફાર્મ ભાગવી વાવવા રાખેલ અને તેઓ વાવેતર કરતા હોય,. સામેવાળા કરશન હરજીભાઈ, ભાવેશ કરશનભાઈ,લાલજી ઉર્ફે , લાલા કરશનભાઈ,માવજી હરજીભાઈ, મધ્ાુ માવજીભાઈ, પ્રવિણ માવજીભાઈ ચૌહાણ દેવકા અને કુંભારીયાવાળાને ગમતુ ન હોય જેથી મારી તથા કુંટુંબના સભ્યો સાથે જમીન બાબતે ઝગડો અને તકરાર કરતા હોય. જેથી કરશનભાઈ સોમાભાઈએ અમારી જમીન અમોને સોંપી આપેલ. અને છેલ્લા એક વર્ષથી અમારી ઉપરોકત કુંભારીયા ગામની સીમમા આવેલ જમીનમાં કોઈ મજુરો મારફતે ખેતીકામ વાવેતર કરવા મોકલતા આ કામના સામેવાળાઓ મજુરોને કહેતા હોય કે આ મારી જમીનમા તમારે ખેતીકામ કરવાઆવવું નહી તેવી ધાકધમકી આપી કાઢી મુકતા હોય એન અમોને કહેતા હોય કે તમો આ જમીનમા વાવેતર કરવા આવ્યો તો ઘરમાંથી કોઈ એક ભાઈ ઓછો થઈ જશે.તેવી ધમકી આપી જમીનનો કબ્ઝો કરી વાવેતર કરતા આવેલ હોય. અમારી જમીનનો કબ્ઝો પરત મેળવવા તા.26-5-23 ના અમરેલી કલેકટરને લેન્ડગ્રેબીંગ બાબતે અરજી તપાસના અંતે લેન્ડગ્રેબીંગનો ગુનો રાજુલા પોલિસ મથકમાં દાખલ થતા આ બનાવની તપાસ ના. પો. અધિ. એ.જી. ગોહિલ દ્વારા સામાવાળા 6 આરોપીઓને ઝડપી લઈ રેકર્ડ આધારીત પુરાવાઓ મેળવી ચાર્જસીટ કરવામાં આવશે તેમ જણાવ્યું .