સરંભડાના હત્યા કેસમાં આરોપીને અંતિમ શ્ર્વાસ સુધી કેદ

અમરેલી,
અમરેલીના સરંભડા ગામે 2010ની સાલમાં થયેલી હત્યામાં અમરેલીની ત્રીજા અધિક સત્ર ન્યાયાધિશ શ્રી વાય એ ભાવસારની કોર્ટે એક શખ્સને અંતિમ શ્ર્વાસ સુધીની સજા ફટકારી હતી.આ કેસની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના સરંભડા ગામના રાજુભાઇ પીઠાભાઇ વાળા તેમજ તેમના ભાઇ જયરાજભાઇ ઉર્ફે ઘોઘાભાઇ વાળા તથા પિતા પીઠાભાઇ વાળા ઉપર તા. 22/5/2010ના સવારે 8.30 કલાકે ભથ નામે ઓળખાતી સરંભડાની સીમમાં નાગજીભાઇની સીમમાં ગુનાહીત ઇરાદો બર લાવવા સશસ્ત્ર હંગામો કરી જયરાજભાઇ ઉર્ફે ઘોઘાભાઇ પીઠાભાઉ વાળાની હત્યા કરી રાજુભાઇ અને પીઠાભાઇ ઉપર જીવલેણ ગંભીર ઇજા પહોંચાડી હતી.આ ગુનામાં તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ અગાઉ કોર્ટમાં કેસ ચાલી જતા આ બનાવમાં અન્ય આરોપીઓને સજા થયેલ હતી જયારે આ ગુનામાં સંડોવાયેલ દિલુ ટપુ વાળા પેરોલ ઉપર છુટી ફરાર થઇ ગયેલ અને થોડા સમય પહેલા અમરેલીની પેરોલ ફર્લો સ્કવોર્ડે પકડી પાડી જેલ હવાલે કરેલ.આ કેસ ત્રીજા અધિક સત્ર ન્યાયાધિશ શ્રી વાય એ ભાવસારની કોર્ટમાં ચાલી જતા  ટપુભાવાળાનઇપીકો235(2),120(બી),143,147,148,325,326,302 સાથે વાંચતા તકસીરવાન ઠરાવી અંતિમ શ્ર્વાસ સુધીની આજીવન કેદની સજા અને રૂ. 55000/-નો દંડ ફટકાર્યો હતો ઉપરોકત કેસમાં જિલ્લા સરકારી વકીલ શ્રી જે.બી. રાજગોરે ધારદાર દલીલો કરી હતી.