અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં સ્પાઇન સર્જરીને સફળતા

અમરેલી,
અમરેલી જીલ્લા ના પીઠવાજાળ ગામના 47 વર્ષીય આશાબેન વિનુભાઈ કણસાગરા કમરમાંથી નીકળતી નસો પરના દબાવના કારણે છેલ્લા પાંચ વર્ષ જેટલા સમયથી દુખાવાથી પીડાતા હતા અને અસહ્ય દુ:ખાવાને કારણે તેઓ ચાલી શકતા ન હતા.ડોક્ટર ના જણાવ્યા મુજબ પગના તળિયા સુધીના અસહ્ય દુ:ખાવાને કારણે આશાબેન ને સ્ટ્રેચર પર ઓપીડી વિભાગના નિષ્ણાંત ડોક્ટર ને બતાવવા માટે લાવવામાં આવ્યા હતા.તેમને પગ ભારે થઈજવા, પગમાં ખાલીચડવી અને ઝણ ઝણાટી થવી જેવી તકલીફ થતી હતી. દર્દી આશાબેન પહેલા રાજકોટ, ભાવનગર અને અમદાવાદ ખાતે સારવાર લઈરહ્યા હતા. પણ શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે આવી સારવાર થતી હોવાની માહિતી મળતા અને ડો.મિત નાદપરા (હાડકાના નિષ્ણાંત) દ્રારા યોગ્ય માર્ગદર્શન મળતા તેમણે અમરેલી માં જ સ્પાઈન સર્જરી કરવા નો નિર્ણય લીધો હતો. સ્પાઈન સર્જરી માટે ડો.મિત નાદપરા અને ડો.હિતેષ મોરડિયા ની સાથે હજાર કરતા વધુ સ્પાઈન સર્જરી સફળતા પૂર્વક પાર પાડનાર મુંબઈ ના સ્પાઈન ફાઉન્ડેશન ની ટીમના ડો. પ્રીયાંક પટેલ અને ડો.નરેશ ચૌધરી પણ હાજર રહ્યા હતા. હાલ દર્દી ના ઓપરેશન બાદ તેમને કમર અને પગનો દુખાવો સમ્પૂર્ણ સારો થઈ ગયેલ છે. અને પહેલા પાંચ મિનીટ થી વધુ ચાલી ના શકનાર આશાબેન હવે 30 મિનિટ જેટલું ચાલી શકે છે. ડોક્ટરના જણાવીયા મુજબ નિયમિત ફિજીયોથેરાપી કસરત ના કારણે ટુક સમયમાં તેઓ સમ્પૂર્ણ સ્વસ્થ થઈ જશે.દર્દી આશાબેન કણસાગરા અને તેમના પરિવારે હાડકાના નિષ્ણાંત ડો.મિત નાદપરા તથા ડો.હિતેષ મોરડિયા અને સ્પાઈન ફાઉન્ડેશનની ટીમ તથા વિનામૂલ્યે આવી જટીલ સર્જરી થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા બદલ ગજેરા ટ્રસ્ટના ચેરમેન શ્રી વસંતભાઈ ગજેરા અને હોસ્પિટલના ડીરેક્ટર ડો.એકતાબેન ગજેરા પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કર્યો હતો.હોસ્પિટલ મેનેજમેન્ટ વતી ભરતભાઈ ધડુકના જણાવ્યા મુજબ શાંતાબા જનરલ હોસ્પિટલ,અમરેલી ખાતે દર મંગળવારે સવારે 9 થી 1 ઓર્થોપેડિક ઓપીડી વિભાગમાં મણકાની તકલીફ, કમરની નસ દબાવવી, સાઈટીકા, કમરમાં ટીબી ઇન્ફેકશન, ફેકચર તથા કમર દર્દ, પીઠ દર્દ અને ચાલવા માં કે ઉભા રહેવા માં તકલીફ ધરાવતા દર્દીઓ માટે હાડકાના નિષ્ણાંત દ્રારા સેવા આપવા માં આવશે. આ સાથે જરૂરિયાત મંદ દર્દી આ સેવાનો લાભ લઈ શકે તે માટે તેમણે વધુ ને વધુ વ્યેક્તિ ઓ સુધી આ માહિતી પોહચાડવા અનુરોધ કરેલ