મોટા આકડીયાના ખારામાં બેભાન પડેલા યુવાનનું મોત

અમરેલી,
અમરેલી તાલુકાના મોટા આકડીયા ગામના ભાવેશભાઈ ધીરૂભાઈ ચૌહાણ ઉ .વ.36 તા.5-12 ના રાત્રીના 8:00 કલાકે બગસરાના કેરીયા અને ચારણ પીપળી વચ્ચે આવેલ ખારામાં બેભાન હાલતમાં અને તેમના મોઢામાંથી ફીણ નીકળી ગયેલ હોય જેમને અમરેલી સીવલ હોસ્પિટલમાં દાખલ કરતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાનું ચતુરભાઈ ધીરૂભાઈ ચૌહાણે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ