ખાંભા,રાજુલા,જાફરાબાદમાં ચેકીંગ : 24 લાખની વિજચોરી ઝડપાઇ

અમરેલી,
અમરેલી પીજીવીસીએલમાં એસકેડી ડિવીઝનની કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા ખાંભા, રાજુલા શહેર અને રાજુલાના ગ્રામ્ય વિસ્તાર તથા જાફરાબાદ સહિતના વિસ્તારોમાં પોતાની સિક્યુરીટી સાથે 43 ટીમોએ ત્રાટકી 708 જોડાણો ચેક કર્યા હતા જેમાં રેસીડેન્સનાં 692 અને એગ્રીકલ્ચરના 16 મળી કુલ 116 જોડાણોમાં રૂા.23.80 લાખની ગેરરિતી પકડી પાડી હતી. એસ.કે.ડી. ડિવીઝન અમરેલી સર્કલની ટીમોએ ચેકીંગ કરી લંગરીયા ઉલાળીયા હતા. અચાનક ચેકીંગ ટીમો ત્રાટકતા કેટલાક લોકો ઉંઘતા ઝડપાઇ ગયા હતા. અને પાવર ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો