લાઠી તાલુકાના ગામોમાં સૌની યોજનાના શ્રીગણેશ કરતા ધારાસભ્યશ્રી તળાવીયા

દિપક કનૈયા બાબરા
લાઠી તાલુકાના ગામોમાં સૌની યોજનાનું પાણી પહોંચશે નામમાં નહી પણ કામમાં માનનારા લાઠી બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાની મહેનત રંગ લાવી લાઠી તાલુકાના ખેડૂતો શિયાળુ પાક સારી રીતે લઈ શકે તે માટે હવે ખેડૂતોને સૌની યોજના ના પાણીનો લાભ મળશે, લાઠી તાલુકાના ગામોના તળાવો , જળાશયો અને ચેકડેમો નર્મદાના નીરથી ભરવામાં આવનાર છે ત્યારે પ્રથમ તબક્કામાં લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જેમાં ભાલવાવ,ધામેલ,ધામેલપરા,હજીરાધાર , ઠાંસા, મુળીયાપાટ ગામોમાં સૌની યોજના અંતર્ગત ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળશે. લાઠી બાબરા વિસ્તાર ના વિકાસ માટે સતત પ્રયત્નશીલ અને અથાગ પ્રયત્નો કરનાર અને ખેડૂતોનું હિત એક ખેડૂત પુત્ર તરીકે વિચારનાર ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરી સૈદ્ધાંતિક મંજૂરી મેળવવામાં સફળતા મેળવી છે.આ મંજૂરીને તમામ ગામના ખેડૂતોએ હર્ષોલ્લાસ સાથે વધાવી છે.ટુંક સમયમાં આ તમામ ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી કામગીરી શરૂ કરવામાં આવશે.આગામી સમયમા આ તમામ ગામોના તળાવો, જળાશયો મા નર્મદાના નીર આવશે તો આજુબાજુના વિસ્તારો પાણીના તળ આપોઆપ ઉપર આવશે અને ખેડૂતોને પાક પિયત કરવા માટે ઉપયોગી સાબિત થશે તેવી ખેડૂત આગેવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી અને ધારાસભ્યશ્રી નો આભાર માનવામાં આવેલ હતો.વધુમાં બીજા તબક્કા મા લાઠી બાબરા તાલુકાના વધુ ગામોનો સમાવેશ કરવામાં સફળ થઈશું તેવી ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી. બાબરા અમારા પ્રેસ પ્રતિનિધિ દિપકભાઇ કનૈયા ની યાદી મા જણાવ્યું