શ્રી પરશોત્તમ રૂપાલા આજે અમરેલી જિલ્લાનાં પ્રવાસે

અમરેલી,

કેન્દ્રીય પશુપાલન અને મત્સ્ય ડેરી વિભાગના મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાના પ્રવાસ કાર્યક્રમ જાહેર થયો છે તે મુજબ આજે અમરેલી જિલ્લાનાં કાર્યક્રમોમાં હાજરી આપી ગાંધીનગર રવાના થશે. નિયત થયા મુજબ તા.8 શુક્રવારે દિલ્હીથી બાય એર અમદાવાદ અને અમદાવાદ રેલ્વે સ્ટેશનથી તા.9-12-23 શનિવારે ઢસા થઇને ઇશ્ર્વરીયા આવશે. સવારે 10 કલાકે ટોડા ગામે કોરશેર સ્પીનીંગ પ્રાઇવેટ લિમીટેડ પ્લાન્ટ અને ઓફીસરનું ઉદઘાટન કર્યા બાદ બાબરાના ચરખામાં બપોરે 11 વાગ્યે ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ચરખા હાજરી આપી 19 કલાકે નિસર્ગ ફાર્મ એસ.પી. રીંગરોડ અમદાવાદ બાદ 21.45 કલાકે ગાંધીનગર નિવાસ સ્થાને રાત્રી રોકાણ માટે જશે. તા.10 રવિવારે ગાંધીનગરથી શ્રી આરાસુરી અંબાજી માતાના દર્શન બાદ કામર્શી દેવીના મંદિરે દર્શન અને અંબાજીમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી ગાંધીનગર થઇને મોઢેશ્ર્વરી મોદી સમાજ ભવન પેથાપુરના રાજ્ય લેવલના યુવા ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે અને બાદ ગાંધીનગર નિવાસ સ્થાને જઇ રાત્રે 17.40 કલાકે અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી જશે.