અમરેલી જિલ્લાનાં 37 નાયબ મામલતદારોની બદલીઓ

અમરેલી,
ગત ચોમાસુ 2023 માટે મંજુર થયેલ હંગામી મહેકમની મુદત પુરી થતા અમરેલી કલેકટર શ્રી અજય દહીયાએ 37 નાયબ મામલતદારોની બદલીઓ કરી છે જેમાં 19 નાયબ મામલતદારોને ચુંટણી શાખામાં મુકવામાં આવ્યા છે. આ અંગે જાણવા મળેલ વિગત મુજબ અમરેલી ગ્રામ્યનાં આર.આર.સુવાગીયાને જિલ્લા ચુંટણી અધિકારી અમરેલીમાં નવી મંજુર થયેલ જગ્યાએ, કે.બી. માલકીયા, આર.બી. તેરૈયા, આર.એન.ગોહીલ, આર.એલ. ગોહીલ, એ.ડી.કુબાવત, એચ.એ. કાતરીયા, આર.એમ. જોષી, એન.એસ. વઘાસીયા, એમ.વી. ગરણીયા, એ.વી. મકવાણા, વી.એચ. ત્રિવેદી, જે.એમ. મકવાણા, પી.બી. જોષી, એ.આર. ગોસાઇ, એસ.કે. ગોહીલ, કે.જે. ભટ્ટ, વી.કે. ભાલીયાને ચુંટણી શાખામાં નવી મંજુર થયેલી જગ્યાઓ ઉપર મુકવામાં આવ્યા છે જ્યારે બી.પી. મારૂને નાયબ મામલતદાર પુરવઠા, સુશ્રી એસ.એ. ગઢીયાને એટીવીટી નાયબ મામલતદાર તરીકે, વી.આર. આચાર્યને નાયબ મામલતદાર બાબરા, આઇ.એસ. ખલાણીને નાયબ મામલતદાર લાઠીમાં ઇ ધરા તથા આર.એમ. ધાંધલીયાને ધારી એટીવીટીના નાયબ મામલતદાર તરીકે એન.એમ. રાઠોડને સાવરકુંડલા ઇ ધરા નાયબ મામલતદાર, એચ.આર. સોલંકીને વડીયા નાયબ મામલતદાર મહેસુલ, એસ.ડી. સિધ્ધપરાને અમરેલી, ડી.વી. ભોરણીયાને કલેકટર કચેરી અમરેલી, આર.ડી. સરવૈયાને પ્રાંત કચેરી બગસરા, એન.આર. પંડયાને જિલ્લા આયોજન કચેરી, કે.એમ. પાઠકને સર્કલ ઓફીસર અમરેલી, એ.જે. મકવાણાને પ્રાંત કચેરી લાઠી, આર.એ. ચારણીયાને બાબરા, બી.પી. ચાવડાને કલેકટર કચેરી અમરેલી, એ.પી. મહેતાને રાજુલા ઇ ધરા, એન.એન. વિસાણીને મામલતદાર કચેરી બગસરા, એચ.કે. ભાસ્કરને મામલતદાર કચેરી રાજુલા મહેસુલમાં મુકવામાં આવ્યા .