સાવરકુંડલા માર્કેટયાર્ડનાં ચેરમેન પદે શ્રી દિપક માલાણી વિજેતા બન્યાં

સાવરકુંડલા,
સાવરકુંડલા એપીએમસીમાં આજે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં સતાધીશ ભાજપ સામે ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વીરાણી એ ચેરમેન પદે ઉમેદવારી નોંધાવતા બેલેટ પેપરથી મતદાન કરવાની ફરજ ઊભી થયેલ હતી જેમાં ભાજપના મેન્ડેડ દીપક માલાણી ચેરમેન પદે અને વાઇસ ચેરમેન પદે મહેશ લખાણી ના નામના મેન્ડેડ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શરદ પંડ્યા અને તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઈ વેકરીયા દ્વારા બજવવામાં આવ્યા હતા ને દીપક માલાણી દ્વારા ડમી ઉમેદવાર તરીકે બાબુભાઈ માલાણી એ પણ ચેરમેન પદે ફોર્મ ભર્યું જ્યારે સામે પક્ષે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વીરાણી એ ફોર્મ ભરતા બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયામાં 17 મતો માંથી 14 મત સાથે દીપક માલાણી ચેરમેન પદે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે વાઇસ ચેરમેન પદે મહેશ લખાણી એકમાત્ર ફોર્મ ભરતા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા .