ધારી: સગીરાનું અપહરણ કરનારને વીસ વર્ષની સખત કેદ

ધારી,
ધારીના ગામડાની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં જુનાગઢના આરોપીને ધારીની પોકસો કોર્ટે 20 વર્ષની કેદ ફટકારી હતી.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, ધારીના ગામડાની એક સગીરાને તેના ગામમાં માતાજીના માંડવામાં આવેલા જુનાગઢના સુખનાથ ચોકમાં રહેતા જયેશ અરવીંદ વડેસરા નામના શખ્સે તેણીની નાની ઉમરનો લાભ લઇ તેને પ્રેમજાળમાં ફસાવી તા. 22-9-2019ના રોજ તેણીને ભગાડી ગયો હતો અને ઠેર ઠેર ફેરવી તેની સાથે અનેક વખત શરીર સબંધ બાંધ્યો હતો અને એક મહીના સુધી તેણી સાથે અવારનવાર સબંધ બાંધી તું ઉમરલાયક થઇ જા પછી આપણે લગ્ન કરશુ કહી તેનેમુકવા આવતો હતો ત્યારે તા. 23-10-2019ના રોજ પોલીસના હાથમાં પકડાઇ ગયો હતો.આ કેસ ધારીની પોકસો કોર્ટમાં ચાલી જતા પોકસો જજ શ્રી એમ.એન. શેખએ એડીશનલ ડીજીપી શ્રી વિકાસ વડેરાની ધારદાર દલીલોને ધ્યાને લઇ અને પોકસોની કલમ 6 માં આરોપીને 20 વર્ષનીે કેદ અને 50 હજાર નો દંડ તથા પોકસોની કલમ 4 માં 10 વર્ષની કેદ અને 10 હજારનો દંડ તથા ભોગ બનનાર સગીરાને ચાર લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો