ધારી શહેરને ફાયર ફાઈટર ફાળવો : શ્રી પરેશ પટ્ટણી

ધારી,
ધારીમાં ફાયર ફાઈટર ફાળવવા બજરંગ ગૃપ દ્વારા શ્રી પરેશભાઈ પટ્ટણીએ ધારાસભ્ય જે.વી.કાકડીયાને રજુઆત કરી છે. અને જણાવ્યું છે કે ધારી ગ્રામ પંચાયત પાસે ફાયર ફાઈટત ન હોવાથી જ્યારે પણ ધારી અને આજુબાજુના વિસ્તારમાં આગ લાગે ત્યારે બગસરા અને ચલાલાથી ફાયર ફાઈટર મંગાવા પડે છે ધારી અને પ્રેમ પરામાં આગ જનીનો બનાવ બનવા પામે છેત્યારસદનસીબે કોઈ જાનહાની થઈ નથી તેથી ધારી ગ્રામ માટે તાત્કાલીક ફાયર ફાઈટર ફાળવવા યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયાને પત્ર પાઠવી રજુઆત કર્યાનું બજરંગ ગૃપ ધારીના શ્રી પરેશ બી પટ્ટણીએ જણાવ્યું