ધારીના શિવનગરમાં ત્રણ ઉપર હુમલો

અમરેલી,

ધારી શિવનગર વિનુભાઈ કાથરોટીયાના ઘર પાસે શેરીમાં તથા હિતેશભાઈ મહેતાના મકાન સામે આવેલ મેદાનમાં તા. 15-11 ના સાંજના જયઓમ હિતેશભાઈ મહેતા , હરીઓમભાઈ મહેતા , ૠષિકભાઈ મહેતા પોતાના ઘરે સરસામાન લેવા જતા રસ્તામાં રવિ ભરતભાઈ જોશી સામા મળેલ.અને આવવા જવાના રસ્તા પ્રશ્ને રકઝક કરી જયઓમને ધમકી આપેલ. અને એક સંપ કરી ગેરકાયદેસર મંડળીે રચી જયઓમ હિતેશભાઈ મહેતાના રહેણાંક મકાન બહાર જઈ મધ્ાુબેન ભરતભાઈ જોશી એ લાકડાના દંડા વડે તથા રીધ્ોશના પત્નિ અને રવિના પત્નિએ ગડદા પાટુંનો મારમારી રવિ ભરતભાઈ જોશી,રીધ્ોશ, ભરતભાઈ જોશી, કિશનભાઈ દવેએ પાઈપ , લાકડાનો દંડો, તલવાર અને પથ્થર વડે જયઓમ મહેતા, ૠષિકભાઈ મહેતા ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડયાની ધારી પોલિસ મથકમાં ફરિયાદ