અમરેલીમાં હવસખોર યુવાનને અંતિમ શ્ર્વાસ સુધીની સજા

અમરેલી,
અમરેલીમાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની બાળાને ભગાડી જઇ અને બળાત્કાર તથા સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય કરનારા હવસખોર યુવાનને અમરેલીની પોકસો કોર્ટે અંતિમ શ્ર્વાસ સુધીની સજા ફટકારી છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી અંબીકાનગર સુળીયાટીંબા પાસે જુના જકાતનાકા પાસે તા.5-2-21નાં મોડી રાત્રીથી સવાર સુધીમાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરાને આરોપી પરેશ ઉર્ફે પલ્લો આંબાલાલ સુજારામ ધાધલ ઉ.વ.20નાં એ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઇ અપહરણ કરી ઓછી સમજ શક્તિ તથા નબળી માનસીક સ્થિતિનો ગેરલાભ લઇ પ્રેમ સબંધમાં ફસાવી સગીરા સાથે વારંવાર બળાત્કાર ગુજારી તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરેલ હતુ અને તેણી સાથે લગ્ન પણ મંદિરમાં કર્યા હતા.આ આઠમાં ધોરણની વિદ્યાર્થીની ઉપર આરોપી પલ્લાએ અવારનવાર બળાત્કાર અને સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય પણ કરેલ હતુ જેની વિગતો તપાસમાં સામે આવતા અમરેલી નીટી પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ શ્રી જયેશ ચૌધરી અને રાયટર શ્રી રમેશ વાળા, શ્રી કપીલ બગડાએ તમામ કડીઓ જોડી આરોપીને સખત સજા થાય તે પ્રકારે ચાર્જસીટ કરેલ હતુ.ઉપરોક્ત કેસ અમરેલીનાં સ્પેશ્યલ પોક્સો જજવર્ષની સગીરા ઉપર બળાત્કાર કરી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કરેલ અને આટલેથી ન અટકતા તેની પાસે મુખમૈથુન પણ કરાવેલ આ હવસખોરની વિકૃતતાની ચરમ સીમા એ હતી કે તે તેણીને ભગાડીને અમદાવાદ લઇ જતો હતો ત્યારે રસ્તામાં બસે હોલ્ટ કરતા તેણી પાસે મુખમૈથુન કરાવ્યુ હતુ. 13 વર્ષની અણસમજુ સગીરાને ફસાવી ભગાડનાર આ શખ્સને મહતમ સજા કરવા માટે ડીજીપી શ્રી જે.બી.રાજગોરે કોર્ટને વિનંતી કરી હતી કે જેનાથી સગીર અવસ્થાની બાળાઓને લલચાવી તેની નબળી માનસીક સ્થિતીઓનો લાભ લઇ બળાત્કાર કરવાના ગુનાઓ સમાજમાં સતત વધી રહયા હોય અને આવા ગંભીર ગુનાઓમાં સમાજમાં દાખલો બેસે.કોર્ટે આરોપી પરેશ ઉર્ફે પલ્લો આંબાલાલને આઇપીસી 376(2) (એન) માં આજીવન કેદ અને પાંચ હજારનો દંડ તથા આઇપીસી 376(3) માં આજીવન કેદ અને 25 હજાર દંડ, આઇપીસી 376(2) (જે) માં આજીવન કેદ અને 25 હજાર દંડ, આઇપીસી 377 માં આજીવન કેદ અને 25 હજારનો દંડ પોકસો એક્ટની કલમ 4 ના ગુનામાં આજીવન કેદ અને 25 હજાર દંડ, પોકસો એક્ટની કલમ 5 (એલ) સાથે વાંચતા કલમ 6 ના ગુનામાં આજીવન કેદ અને પોકસો એક્ટની કલમ 7 સાથે વાંચતા 8 માં પાંચ વર્ષની સખ્ત કેદ તથા પોકસો એક્ટની કલમ 9 (એલ) સાથે વાંચતા 10 મુજબમાં 7 વર્ષની કેદ ફટકારી