બાબરાના વાંકિયા ગામના પરણિત પ્રેમી પંખીડાનો ગળે ફાંસો લગાવીને આપઘાત

બાબરા,
બાબરા તાલુકા ના લાલકા ગામે થી છેલ્લા ત્રણ દિવસ થી ગુમ થયેલા સ્ત્રી અને પુરૂષ ની કોહવાયેલી લાશ તાઈવદર જવાના રસ્તા નજીક ના અવાવરૂ જગ્યા ના વૃક્ષ નીચે લટકતી હોવાની કેફીયત આધારે બાબરા પોલીસ કાફલો ધટના સ્થળે દોડી અને મોડી સાંજે બંને મૃત દેહો બાબરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખેસડવા માં આવ્યા છે.પ્રાથમિક મળતી વિગત મુજબ વાકિયા રહેતા મહિલા .કોળી દયાબેન શનાભાઈ સાપરા ઉવ.21 તથા ભરવાડ જીલાભાઈ જાડવભાઈ હાદગરડા ઉવ.26 છેલ્લા ત્રણ દિવસ થી કોઈ ને ક્યાં વગર પોતપોતાના ઘેર થી ગુમ જણાઈ આવેલા અને મહિલા ના આઠેક દિવસ પહેલા ગઢડા (સ્વા) ગામે લગ્ન થયેલાં અને લગ્ન બાદ પિયર ના ગામ આટો આવેલી જ્યારે પુરુષ પાંચ વર્ષીય પુત્ર નો પિતા હોવાનું ચર્ચાયું હતું.પોલીસ ની પ્રાથમિક તપાસ માં બન્ને વચ્ચે પ્રેમ સબંધ હોય અને મહિલાના લગ્ન થઈ જવાથી હવે બન્ને એક નહી થઇ શકવાના આઘાત જીરવી નહી શકવા ના કારણે લાગી આવતા પોતે પોતાની મેળે લીમડા ના ઝાડ સાથે એક સુતરબની દોરી માં એક સાથે લટકી ગળે ફાંસો લગાવી જીવન નો અંત લાવ્યા ની વિગતો મળી રહી છે.પોલીસ દ્વારા બન્ને પરિવારો ના નિવેદન આધારે તપાસ હાથધરી છે જ્યારે તબીબી ટીમ દ્વારા મૃતકો ડેથ બોડી ત્રણ દિવસ પહેલા ની હોવાનું અનુમાન જણાવ્યું હતું.પોલીસ દ્વારા મૃતકો ના પરિવાર અને મિત્રો સહિત ની જીણવટ ભરી તપાસ અને ટેલીફોનીક ડિટેલ સહિત દિશા માં તપાસ તેજ કરી હોવાનું મોડી સાંજે જાણવા મળી રહ્યું છે