ભાવનગર-જેતલસર ટ્રેનને 16મી ડિસેમ્બરથી પોરબંદર સુધી લંબાવવામાં આવશે

અમરેલી,
મુસાફરોની સુવિધા માટે, રેલ્વે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 09568/09565 ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર અને ટ્રેન નંબર 09566/09567 ભાવનગર-જેતલસર ટ્રેનને વેરાવળ સુધી વિસ્તાર કરવા માટે અને ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ વાયા જેતલસર ડાયવર્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ તમામ ટ્રેનો 16 ડિસેમ્બર, 2023 (શનિવાર) થી પ્રભાવિત થશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:1. ટ્રેન નંબર 09566 ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ સવારે 04.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11.30 કલાકે વેરાવળ પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર 09567 વેરાવળ-ભાવનગર દૈનિક ટ્રેન વેરાવળથી દરરોજ 14.40 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ 22.05 કલાકે પહોંચશે. આ ટ્રેન જેતલસર અને વેરાવળ વચ્ચે બંને દિશામાં જૂનાગઢ, કેશોદ, માળીયા હાટીના અને ચોરવાડ રોડ સ્ટેશનો પર ઉભી રહેશે.
2. ટ્રેન નંબર 09565 પોરબંદર-ભાવનગર ટ્રેન પોરબંદરથી દરરોજ સવારે 07.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 14.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નંબર 09568 ભાવનગર-પોરબંદર દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ 15.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.10 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન જેતલસર અને વેરાવળ વચ્ચે બંને દિશામાં વાંસજાળીયા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા અને ધોરાજી સ્ટેશને ઉભી રહેશે.3. ટ્રેન નં. 19207 પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ પોરબંદરથી દરરોજ સવારે 05.45 કલાકે ઉપડશે અને સવારે 10.30 કલાકે રાજકોટ પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસ દરરોજ રાજકોટથી 16.10 કલાકે ઉપડશે અને 21.20 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન પોરબંદર અને રાજકોટ વચ્ચે બંને દિશામાં રાણાવાવ, તરસઈ, વાંસજાળીયા, કાટકોલા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, સુપેડી, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઉભી રહેશે.