લીલીયામાં રોડનું કરવા દેવા માટે 25 લાખની ખંડણી માંગી

અમરેલી
લીલીયા તાલુકાના સનાળીયા ગામે તા. 13-12 ના બપોરના ઓમ કંન્ટ્રકશન કંપનીમાં નોકરી કરતા સુરેશભાઈ રામાભાઈ ડાંગર ઉ.વ. 32 રહે. ખારી તા. શિહોરવાળા સાવરકુંડલાથી રંઘોળા સુધી રાડનું કામ શરૂ હોય. અને રોડની સાઈડ ઉપર સનાળીયા ગામે હાજર હોય. તે દરમ્યાન અમરેલીના છત્રપાલસિંહ વાળા, લાલાવદરના જગુ વાળા, લીલીયા સલીમ બેલીમ તથા એક અજાણ્યા શખ્સે પોતાનો સમાન ઈરાદો પાર પાડવાના ઈરાદે સ્કોરપીયો કાર જી.જે. 03 એચ.આર. 27 માં આવી રોડનું કામ બંધ કરવા ધમકી આપી અને આ કામ કરવું હોય તો રૂ/-25,00 ,000 ખંડણી આપવા માંગ કરી ગાળો બોલી પૈસા નહી આપે તો સ્કોરપીયો ગાડી માથે ચડાવી અને ફાયરીંગ કરી મારી નાખવાની ધમકી આપી તેમજ વાહનો સળગાવી દેવાની ધમકી આપી ગુનો કરવા પોતાનો સમાન ઈરાદો પાર પાડવા એકબીજાએ મદદગારી કર્યાની લીલીયા પોલિસ મથકમાં ફરિયાદ