ખાંભાના ડેડાણમાં મનફાવે ત્યારે બંધ કરી દેવાતા બસ રૂટો

ડેડાણ,
ખાંભાના ડેડાણની 15 હજાર ઉપરાંતની વસ્તી હોવા છતા મોટા શહેર જેવું ગણાતું ડેડાણ બસ પ્રશ્ને પરેશાન છે. અહીં એસટી બોર્ડ દ્વારા અવાર નવાર બસ રૂટો મનભાવે ત્યારે કાપી નાખવામાં આવે છે. તાજેતરમાં બગસરા , મહુવા વાયા ખાંભા ડેડાણ થઈને જતી બસ બંધ કરી દીધી એ પછી બગદાણા બગસરા વાયા રાજુલા ડેડાણ ખાંભા થઈને જતી બસ તથા બગદાણા બગસરા વાયા રાજુલા ડેડાણ ખાંભાની સારી આવકવાળા અને લોકોની જરૂરી એવા બસરૂટો બંધ કરી નાખ્યા છે. કોડીનાર જાફરાબાદ અમરેલી સવારમાં 9:30 કલાકે અમરેલી જતી અને સારામાં સારો ટ્રાફીક તથા સારી આવક છતા બસ બંધ કરી દીધી છે. રાજુલાથી સાંજના 7 કલાકે ઉપડતી રાજુલા ખાંભા વાયા બારપટોળી ચોત્રા બારમણ ડેડાણ થઈને ખાંભા જતી અને છેલ્લી બસ ખાંભા જવા માટે હતી. તે બંધ કરી નાખેલ છે. અમરેલી એસટી ડિવીઝનના અધિકારીઓ દ્વારા આવું કેમ કરવામાં આવે છે ?લોકડાઉન પછી ડેડાણ રૂટની 15 થી 20 જેટલી એસટી બસો બંધ કરી દેવાતા ડેડાણના ગ્રામજનો ચકકાામ કરી આંદોલન કરવા તૈયારી કરી રહયા છે. આ પ્રશ્ર ઉકેલ ન આવે તો લોકોને ન્યાય કઈ રીતે મળે . તત્કાલ બંધ થયેલા તમામ રૂટો ફરી શરૂ કરવા માંગ ઉઠી છે. હાલ સારા મહત્વના રૂટો બંધ કરી દેવાતા લોકોનો આધાર માત્ર ખાનગી વાહનો ઉપર જ છે. તેથી લોકોમાં પણ રોષ વ્યાપી ગયો છે.