સુરતને મળશે ઇન્ટરનેશનલ એરપોર્ટ : શ્રી મોદીની ભેટ

અમરેલી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 17 નાં રોજ સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત આવી રહ્યા છે. તે પહેલા દિલ્હી ખાતે વડાપ્રધાનનાં અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી. જે બેઠકમાં સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી આપતા સુરતવાસીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. સુરતને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરતા ઉદ્યોગકારોને લાભ મળશે. ત્યારે ડાયમંડ બુર્સનાં ઉદ્ધાટન પહેલા સુરત શહેરને મોટી ભેંટ આપવામાં આવી છે અને શ્રી નરેન્દ્ર મોદીનાં આગમનને અનુલક્ષીને શ્રી સીઆર પાટીલ તથા ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.