અમરેલી રેલવે સ્ટેશનની સલાહકાર સમીતીની રચના કરાઇ

અમરેલી,
અમરેલી રેલવે સ્ટેશનની સલાહકાર સમીતીની રચના કરાઇ છે જેમા સલાહકાર સમીતીમાં અમરેલી પાલિકાની કારોબારીના પુર્વ ચેરમેન શ્રી સુરેશ શેખવા, નગરપ્રા. શિક્ષણ સમીતીના ચેરમેન શ્રી તુષાર જોષી, પાલિકાના પુર્વ પ્રમુખ શ્રી ચંદુ રામાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશ સોઢા અને અમરેલી અમર ડેરીના ડાયરેકટર શ્રી રાજેશ માંગરોળીયાની વરણી કરવામાં આવી છે. અમરેલીના રેલવે સ્ટેશનમાં સુવિધાઓ અને પાર્કીંગ સહિતની લોકોની સાથે સંકળાયેલી બાબતોમાં નવા નિમાયેલા સભ્યો કાઉન્સેલીંગ કરશે અને અમરેલીના યુવાન આગેવાનોના જ્ઞાન અને શકિતનો લાભ હવે રેલતંત્ર અને અમરેલીની જનતાને મળશે.