મુન્ના રબારીકાને ઉતરાખંડમાંથી પકડતી અમરેલીની ક્રાઇમ બ્રાંચ

અમરેલી,
અમરેલી જીલ્લાના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ હીસ્ટ્રીશીટર અને ગુજસીટોક જેવા ગંભીર અપરાધમાં સંડોવાયેલ શીવરાજ ઉર્ફે મુના રામભાઈ વીછીંયાને ઉતરાખંડના નૈનિતાલથી અમરેલી એલસીબી ટીમે ઝડપી પાડયો હતો.2016થી હત્યા, દારૂબંધી,હથીયાર ધારા, મહેફીલ અને ગુજસીટોક સહિતના 10 ગુનામાં સંડોવાયેલ આરોપી શીવરાજ ઉર્ફે મુન્ના રામભાઈ વીંછીંયાને ગુજસીટોકના ગુનામાં સુપ્રિમ કોર્ટના જામીન મળ્યા હતા પણ જામીન ઉપર છુટી તેણે સાવરકુંડલા વિસ્તારમાં દારૂની સપ્લાયનો ધંધો શરૂ કરતા તેની ઉપર ત્રણ ગુના દાખલ થયા હતા અને તેમા તે ફરાર થઇ ગયેલ.તેમણે સુપ્રિમ કોર્ટે આપેલા શરતી જામીનની શરતોનો ભંગ કરી ગુનાહીત કામ શરૂ રાખતા ભાવનગર રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમારની સુચનાથી અમરેલી જીલ્લા પોલિસ વડા હિમકરસિંહના સીધા માર્ગદર્શનમાં અમરેલી એલસીબીના પી.આઈ. એ.એમ. પટેલ. પી.એસ.આઈ. એમ.બી. ગોહિલ તથા સ્ટાફના શ્રી એમડી સરવૈયા, શ્રી શ્રી નિકુલસિંહ રાઠોડ, શ્રી તુષારભાઇ પાંચાણી, શ્રી ઉદયભાઇ મેણીયાની ટીમે ટેકનીકલ સોર્સ અને મળેલી બાતમીના આધારે છેલ્લા ચાર માસથી તેનું પગેરુ દબાવ્યું હતુ.સાવરકુંડલા રૂરલ પોલિસ મથકના અમરેલી જીલ્લાના પ્રોહીબીશનના ત્રણ ગુનામા નાસતા ફરતા વોન્ટેડ હીસ્ટ્રીસીટર આરોપી શીવરાજ ઉર્ફે રામભાઈ વીંછીંયાને અમરેલી પોલીસની ટીમે છેક ઉતરાખંડ રાજયના નૈનિતાલ ખાતેથી પકડી પાડયો હતો તેમ એસપીશ્રી હીમકરસિંહે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતુ.આરોપી મુન્નાને આગળની કાર્યવાહી માટે સાવરકુંડલા રૂરલ પોલિસ મથકને સોંપી આપેલ