અમરેલીમાં કપાસનો ટ્રક ખાલી કરતા યુવાનનો પગ લપસતા પડી જવાથી મોત

અમરેલી,
અમરેલી તાલુકાના લીલીયા રોડ ઉપર સહયોગ જીનીંગમાં કપાસનો ટ્રક ખાલી કરતા અમરેલીના રોશનકુમાર રાજુભાઈ સહાય ઉ.વ. 22 કપાસનો ટ્રક ખાલી કરતા હતા ત્યારે અકસ્માતે પગ લપસી જતા નીચે પડી જતા શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ. જયાં સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું રણજીતભાઈ રાજેન્દ્રભાઈ સહાયે અમરેલી તાલુકા પોલિસ મથકમાં જાહેરક કરેલ